હાથીજણમાં AMCની કામગીરી દરમિયાન ગેસ લાઈન લીકેજ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-16 15:02:36
  • Views : 171
  • Modified Date : 2023-06-16 15:02:36

અમદાવાદના હાથીજણમાં વિવેકાનંદ નગર પાસે ગેસ લીકેજની ઘટના સામે આવી છે. AMC દ્વારા જેસીબી મશીનથી પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી. તે દરમિયાન ગેસની લાઈન તૂટી હતી. ગેસની લાઈન તુટતા ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થતાં તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.પાણીની પાઈપ લાઈન લીકેજ થવાના કારણે તેનું સમારકામ કરવા માટે જેસીબી મશીનથી ખાડો ખોદવામાં આવી રહ્યો હતો. તે દરમિયાન ગેસની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. શહેરમાં આડેધડ ખોદકામમાં કયારેક પાણીની તો ક્યારેક ગટરની અન્ય લાઈનોને નુકશાન થતા લીકેજના પ્રશ્નો ઉભા થતા હોય છે. આવી જ રીતે આજે જ્યારે હાથીજણ વિસ્તારમાં AMC દ્વારા જેસીબી મશીનથી પાણીની લાઈન નાખવાની કામગીરી કરવામાં આવી રહી હતી  ત્યારે ગેસ પાઇપલાઇન લીકેજ થતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. જોકે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને ગેસ લાઇન કંપનીને જાણ કરવા કહ્યું હતું.અમદાવાદ એરપોર્ટ પર ગઈકાલે મોટી દુર્ઘટના ટળી હતી. બેંગ્લોરથી અમદાવાદ આવી રહેલા ઈન્ડિગો ફ્લાઈટનો પાછળનો ભાગ જમીન સાથે અથડાઈ ગયો હતો. જોકે, વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું. વિમાનમાં સવાર તમામ મુસાફરો સુરક્ષિત છે. ઈન્ડિગોએ આ મામલે તપાસના આદેશ આપ્યા હતા. છેલ્લા પાંચ દિવસમાં આ બીજી ઘટના છે. તાજેતરમાં કોલકાતાથી દિલ્હી જતી ઈન્ડિગોની ફ્લાઈટ સાથે પણ આવી જ ઘટના બની હતી.ઈન્ડિગોએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, બેંગ્લોરથી અમદાવાદ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટ 6E6595 અમદાવાદમાં ઉતરતી વખતે ટેલ સ્ટ્રાઈકનો શિકાર બની હતી. એરક્રાફ્ટને અમદાવાદ એરપોર્ટ પર જ ચકાસણી અને સમારકામ માટે ગ્રાઉન્ડેડ જાહેર કરવામાં આવ્યું છે. આ બનાવની તપાસ ચાલી રહી છે.

Download Our B K News Today App



Related News