પાનસરા GIDCમાં બંધ કંપનીમાં ગેસ લીકેજની ઘટના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-09-10 14:16:59
  • Views : 112
  • Modified Date : 2023-09-10 14:16:59

 સુરતની પાનસરા GIDCમાં મોટી દુર્ઘટના સર્જાતા ટળી છે. બંધ ખાનગી કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની ઘટના બનતા દોડધામ સર્જાઇ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ગેસ ગળતર પર નિયંત્રણ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતો. લગભગ અડધા કલાકની જહેમત બાદ ફાયર વિભાગના અધિકારીઓએ GPCBના અધિકારીઓની મદદથી ગેસ ગળતર પર અંકુશ મેળવ્યો હતો.ફાયર વિભાગની સતર્કતાને પગલે ગેસ ગળતરની ઘટનામાં કોઇ જાનહાની કે ઇજાના અહેવાલ મળ્યા નથી. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ કંપની ગોડાઉનમાં ગેસ લીકેજની દુર્ઘટનામાં 4 લોકોના જીવ ગયા હતા. ત્યારે અહીં સવાલ એ સર્જાય કે કંપની બંધ હતી તો ગોડાઉનમાં શું પ્રવૃતિ ચાલી રહી હતી.

Download Our B K News Today App



Related News