ઘોઘંબાના સીમલીયા ગામે અન્ય કંપનીના ગેસ સિલિન્ડર મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-24 15:57:58
  • Views : 100
  • Modified Date : 2023-12-24 15:57:58

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું રહ્યું છે. ત્યારે પંચમહાલના ઘોઘંબાના સીમલીયા ગામે અન્ય કંપનીના સિલિન્ડર મળ્યાની ઘટના સામે આવી છે.ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરાતા સમગ્ર ઘટના સામે આવી હતી. જો કે એચપી કંપનીના 275 થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળ્યા હોવાનું સામે આવ્યુ છે. તો ભારત ગેસ કંપનીના ગોડાઉન માંથી એચપી ગેસના સિલિન્ડર મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે.તો ભારત ગેસના કાયમી ગોડાઉન માંથી પણ 400 ખાલી બોટલની ઘટ હોવાનું સામે આવ્યું છે. તો સમગ્ર ઘટનામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ સુરતમાંથી સૌથી મોટું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતુ. સુરતના ઓલપાડના માસમાં ગામે પિંકી ગેસ એજન્સી પર દરોડા પાડતા આ કૌભાંડ સામે આવ્યું હતુ. ગેસના બાટલાના સીલ ખોલીને ગેસની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ.

Download Our B K News Today App



Related News