તાંતિયાણામાં મકાનમાં આગ લાગતાં ધરવખરી બળીને ખાખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:06:37
  • Views : 408
  • Modified Date : 2019-05-04 12:06:37

બનાસકાંઠા જિલ્લાના
કાંકરેજ તાલુકાના તાંતિયાણા ગામમાં વસવાટ કરતા ઠાકોર છગાજી જેતાજી ને ઘર તથા ખેતરમાં ઢોર ઢાંખરના માવજત માટે વારંવાર આવવા જવાનું થતું હોઈ તાંતિયાણા ગામમાં ખેતરમાં રહેવા ગયા હતા. ખેતરમાં આવેલ  તેમના રહેણાંક મકાનમાં આકસ્મિક રીતે રાત્રે આગ લાગી હતી. આ બાબતની જાણ આજુબાજુમાં થતાં દોડ ધામ મચી હતી. ત્યારે ગામનાં સરપંચ દ્વારા થરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. થરા પોલીસ સ્ટાફ ધટના સ્થળે તત્કાલિક પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર
કાંકરેજ તાલુકાના  તાંતિયાણા ગામના ખેતરમાં રહેતા ઠાકોર છગાજી જેતાજીના ધરમાં આકસ્મિક રીતે આગ લાગતા અંદાજે ૧ લાખ ૪૦ હજાર રોકડ રકમ અને એમનાં દિકરાના લગ્ન હોવાથી ધરમાં પડેલાં દર દાગીના,ઓઢમણા માટે લાવેલા નવાં કપડાં મોબાઇલ તેમજ અન્ય વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. તાંતિયાણા ગામમાં વસવાટ કરતા ઠાકોર છગાજી જેતાજીને ખુબ જ મોટું નુકશાન થયું છે. અને આ ખેડૂતના ઘરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે.અને આ રહેણાંક મકાન
ઉપર લાગેલી આગ ને આજુબાજુના લોકોએ ભેગા મળીને પાણી વડે આગ બુઝાવી હતી.આ ખેડુતને એમનાં વર્ષોની કમાણી એક જ રાતમાં બળીને ખાખ થઈ ગઈ હતી.લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે સરકાર મદદરૂપ થશે કે કેમ તે હવે જોવું રહ્યું.

Download Our B K News Today App



Related News