ધાનેરા તા.પં.માં ગ્રાન્ટ ફાળવવાના મામલે વિવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-23 14:20:44
  • Views : 393
  • Modified Date : 2019-12-23 14:20:44


ધાનેરા તાલુકા પંચાયતમાં ગ્રાન્ટ બાબતે અવાર નવાર વિવાદમાં રહ્યુ છે. થોડા મહિનાઓ અગાઉ પણ ખોટી રીતે માત્ર ૧૦ પંચાયતોને ફાળવેલ ૪૪ લાખની ગ્રાન્ટ જિલ્લા વિકાસ અધિકારીએ રત લાવી હતી. ત્યારે ફરી તાલુકા પંચાયતના પૂર્વ ટી.ડી.ઓ. દ્વારા માત્રને માત્ર ૨૩ ગ્રામ પંચાયતોને ૭૭ લાખની માતબાર રકમની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવેલ હોવાથી તે ગ્રાન્ટ રીકવર કરવા માટે તાલુકા પંચાયતની સાધારણ સભામાં પણ ઉગ્ર રજુઆતો તેમજ ઠરાવ કરવા માટે પણ રજુઆતો કરવામાં આવી હતી.  આ બાબતે જિલ્લા વિકાસ અધિકારી આ ગ્રાન્ટ બાબતે તપાસ કરાવીને આ ગ્રાન્ટ પરત લાવે તેવુ અન્ય પંચાયતનાસરપંચો અને તાલુકા પંચાયતના સભ્યો જણાવી રહ્યા છે. તેમજ આ ગ્રાન્ટમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા મોટુ કમીશન લેવામાં આવ્યુ હોવાનુ પણ બહાર આવ્યુ છે.ધાનેરા તાલુકા પંચાયતમાં કૌભાંડ બાબતે અગ્રેસર રહેવાપામી છે અને તેમાં સતત ચર્ચામાં રહેલ છે. ધાનેરા તાલુકા પંચાયતમાં તત્કાલીન ટી.ડી.ઓ. દ્વારા ધાનેરાની ૬૧ ગ્રામપંચાયતો પૈકીની માત્ર ૧૦ જેટલી પંચાયતોને ૪૪ લાખ જેટલી માતબાર રકમ ફાળવી દેવામાં આવી હતી. જેથી અન્ય પંચાયતોને આ રકમ ન ફાળવવામાં આવતા આ અંગેના સમાચાર અખબારોમાં  છપાતા તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારીએ આ બાબતે ખુલાસો માંગીને આ ૪૪ લાખની ગ્રાન્ટના અહેવાલના આધારે પરત લીધી હતી. ત્યારે ફરીથી આ તાલુકા પંચાયતમાં જુન-૨૦૧૮ માં તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૨૩ ગ્રામ પંચાયતોને ૭૭ લાખ જેટલી સ્ટેમ્પ ડ્‌યુટીની ગ્રાન્ટ બારોબાર ફાળવી દેવામાં આવી હોવાની વિગતો બહાર આવતા તાલુકા પંચાયતની બે બેઠકોમાં આ ગ્રાન્ટ બાબતે હંગામો થવા પામ્યો હતો અને ખોટી રીતે ગ્રાન્ટ ફાળવવામાં આવી હોવાથી આ ગ્રાન્ટ પરત લાવવા માટે ઠરાવ પણ કરવા માટે હંગામો મચાવ્યો હતો. તેમજ આ ગ્રાન્ટ કયા હુકમોના આધારે ફાળવવામાં આવેલ છે તે વિગતો પણ ન હોવાથી જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી સામે અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. અને તેમની સામે પણ તપાસ કરવા માટે લોકોએ હાલના તાલુકા વિકાસ અધિકારીને રજુઆતો પણ કરવામાં આવતા આ બાબતે હાલના તાલુકા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News