ગુજરાતમાં ઠંડી બાદ ગરમીએ જાેર પકડ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:19:31
  • Views : 242
  • Modified Date : 2021-03-11 11:19:31

શિયાળાની કડકડતી ઠંડીએ હજુ તો હમણાં જ વિદાય લીધી છે ત્યારે ડીસા વાસીઓને ગરમીના ટોર્ચરિંગ માટે તૈયાર થઇ જવું પડ્યું છે. ડીસા શહેરમાં ગરમીનો પારો ૩૯ ડીગ્રી
પહોચતા તેની સીધી અસર જનજીવન પર જાેવા મળી રહી છે.
આમ તો ઉનાળાની શરૂઆત હોળીના તહેવાર બાદ શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે હજુ તો હોળીનો તહેવાર શરૂ થયો નથી અને લોકોએ અત્યારથી જ ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે હાલમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમી પોતાનો મિજાજ બતાવી રહી છે જેના કારણે લોકો અત્યારથી જ ગરમીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગરમીના કારણે હાલ તમામ રસ્તાઓ પણ બપોર બાદ સુમસામ ભાસી રહ્યા છે ત્યારે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રમાણે હાલમાં ગરમી પડી રહી છે તેના કારણે જનજીવન પર સૌથી વધુ અસર જાેવા મળી રહી છે ગરમીના કારણે બજારો પણ સુમસામ જાેવા મળી રહી છે.
ઉનાળાની શરૂઆત થઇ ચુકી છે અને દર વર્ષની જેમ ગરમી હવે તેનો અસલ મિજાજ બતાવી રહી છે. ત્યારે ગુજરાત સહિત બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં મહત્તમ
તાપમાનનો પારો ૩૯ ડીગ્રીએ
પહોંચી ગયો હતો.. આ વખતે તાપમાનનો પારો ૩૯ ડીગ્રી થતા નગરજનોએ ગરમ લૂનો એહસાસ કર્યો હતો. ડીસામાં માર્ચ મહિનામાં જ ગરમીનો
પારો ૩૯ ડીગ્રીએ પહોંચી જતા આગામી સમયમાં ગરમી કેટલો સિતમ વરસાવશે તેનો ખ્યાલ આવી જાય તેમ છે.
ડીસામાં અત્યારે સવારના દશ વાગ્યા બાદ સાંજના છ વાગ્યા સુધી ગરમ લૂનો એહસાસ થઇ રહ્યો છે. અને લોકો અત્યારથી જ કાળઝાળ ગરમીનો એહસાસ કરી રહ્યા છે. આજનું ડીસાનું મહત્તમ
તાપમાન ૩૯ ડીગ્રી સુધી પહોંચ્યું હતું. આગામી સમયમાં બનાસકાંઠા વાસીઓને વધુ ગરમીનો સામનો કરવો પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યકત કરવામાં આવી છે.
શિયાળાની ઋતુ હમણાં જ પૂર્ણ થઈ છે અને ધીમે ધીમે ઉનાળો શરૂ થયું છે જેના કારણે હાલ બપોર બાદ લોકો કરતી બહાર નીકળવાનું પણ તાળી રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુજરાત સહિત સમગ્ર ડીસા શહેરમાં હાલમાં ગરમીની  શરૂઆત થઈ ગઈ છે. જેના કારણે હાલમાં લોકો અસહ્ય ગરમીથી રાહત મેળવવા માટે ઠંડા પીણાનો પણ સહારો લઈ રહ્યા છે હાલમાં જાહેર રસ્તા ઉપર મોટી સંખ્યામાં ઠંડા પીણાના નવા સ્ટોલો પણ શરૂ થઈ ગયા છે અને તમામ સ્ટોર
ઉપર રાહદારીઓ મોટી સંખ્યામાં ઠંડા પીણાનું સેવન કરતા નજરે
પડી રહ્યા છે તો બીજી તરફ વાત કરવામાં આવે તો સવારના સમયે ઠંડીનું પ્રમાણ અને બપોર બાદ ગરમીનું પ્રમાણ વધતા બીમારીનું પ્રમાણ પણ વધવા
પામી છે ખાસ કરીને આ ગરમીની સૌથી વધુ અસર નાના બાળકો પર જાેવા મળી રહી છે ત્યારે હજુ પણ લોકોએ આગામી સમયમાં લોકોએ વધારે ગરમીનો સામનો કરવો પડે તો નવાઈ નહીં.

Download Our B K News Today App



Related News