હિટવેવની ચેતવણીની વચ્ચે ગરમીથી લોકો બેહાલ થયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-29 10:47:58
  • Views : 404
  • Modified Date : 2019-05-29 10:47:58

અમદાવાદ શહેરમાં કાતિલ ગરમીનું મોજુ ફરી વળ્યું છે જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. દક્ષિણ પૂર્વ રાજસ્થાન ઉપર સક્રિય અપર એર સાયક્લોનિક સરક્યુલેશનની  સ્થિતિના પરિણામ સ્વરુપે વિશેષ પ્રકારની  સ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. આજે અમદાવાદ શહેરમાં પારો વધીને ૪૩.૮ સુધી પહોંચ્યો હતો અને આવતીકાલે મહત્તમ તાપમાન અમદાવાદમાં ૪૪ ઉપર પહોંચવાની તંત્ર દ્વારા વાત કરવામાં આવી છે. આવી  સ્થિતિમાં અમદાવાદમાં જનજીવન ખોરવાઈ જાય તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. હવામાન વિભાગ તરફથી સૌરાષ્ટ્ર અને કચ્છના જુદા જુદા ભાગોમાં હિટવેવની ચેતવણી જારી કરીને હવામાન વિભાગ દ્વારા સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. આજે રાજ્યમાં સૌથી વધુ પારો અમદાવાદ અને કંડલા એરપોર્ટ ખાતે રહ્યો હતો. આ ઉપરાંત સુરેન્દ્રનગરમાં પારો ૪૩.૯ સુધી રહ્યો હતો. વિવિધ ભાગોમાં પારો ૪૪ની નજીક રહ્યો હતો જેથી લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. વધતી જતી ગરમી વચ્ચે કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી એકવાર જારદાર ગરમીનુ મોજુ ફરી વળ્યું છે. આગામી બે ત્રણ દિવસ દરમિયાન પારો અકબંધ રહેવાના સંકેત દેખાઈ રહ્યા છે. એલર્ટની જાહેરાત પણ ગરમીના કારણે સાવચેતીના પગલારુપે કરવામાં આવી છે. તીવ્ર ગરમી વચ્ચે અમદાવાદ શહેરમાં બપોરના ગાળામાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા હતા. જરૂરી કામ હોવાથી જ લોકો બહાર નીકળ્યા હતા. તંત્રએ તીવ્ર ગરમીને ટાળવા માટેની ચેતવણી સામાન્ય લોકો માટે જારી કરી છે. જેથી લોકો પણ સાવચેત થયા છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, આવતીકાલે અમદાવાદમાં પારો ૪૪ સુધી રહી શકે છે. જા કે, સુરેન્દ્રનગરમાં પારો આજે ૪૩.૯ ઉપર પહોંચી જતાં લોકો ભારે પરેશાન દેખાયા હતા. પારો વધી ગયો છે ત્યારે ફુડ પોઇઝનિંગ અને પાણીજન્ય રોગના કેસોમાં પણ વધારો થયો છે. આ ગાળામાં ઝાડાઉલ્ટીના કેસો વધી ગયા છે. 





Download Our B K News Today App



Related News