અમદાવાદમાં ગરમીના લીધે લોકો બેહાલ ઃ તાપમાન ૪૧

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-07 05:29:53
  • Views : 472
  • Modified Date : 2019-04-07 05:29:53

અમદાવાદ શહેરમાં ગરમીમાં શનિવારે આંશિક રાહત મળી હતી. જા કે, લોકો શનિવાર હોવાથી બિનજરૂરી રીતે બહાર નિકળ્યા ન હતા. આગામી બે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ વધારો થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. જા કે, આગામી બે દિવસ માટે હિટવેવની કોઇ ચેતવણી જારી  ન કરાતા લોકોને રાહત થઇ છે. 

જા કે, બપોરના ગાળામાં કાળઝાળ ગરમી અકબંધ રહી હતી. ગરમી વચ્ચે બેભાન થવાના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. જા કે, હિટવેવની ચેતવણી ત્રણ દિવસ બાદ ફરી રહેવાની આગાહી કરવામાં આવી છે જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છમાં હિટવેવ રહી શકે છે. આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી રહ્યું હતું. અમરેલીમાં પણ ૪૧ ડિગ્રી પારો પહોંચ્યો હતો. સૌથી વધુ ગરમીનો અનુભવ આજે સુરેન્દ્રનગરમાં થયો હતો જ્યા પારો ૪૨ રહ્યો હતો. દર વર્ષની જેમ આ વખતે પણ બે લાખ નાગરિકોને ઓરેન્જ અને રેડ એલર્ટના મેસેજ અપાશે. શહેરમાં બાર એલઇડી ડિસપ્લે સ્ક્રીનથી લોકો ગરમીની માહિતી પૂરી પાડવામાં આવશે. તો, પીપીપી ધોરણે શહેરભરમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબ શરૂ કરાશે. તેમજ લેબર એરિયામાં પીપીપી ધોરણે છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરાશે. ગરમીના પગલે હીટ એકશન પ્લાન માટે આજે મ્યુનિસિપલ કમિશનર અને હવામાન વિભાગના ડાયરેકટરની આગેવાનીમાં તંત્રની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી.ગરમીથી લોકોને કેવી રીતે બચાવી શકાય તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. 

ગરમીને લઇ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એકશન પ્લાન પણ બનાવાયો છે. જે અંતર્ગત પીપીપી ધોરણે અમદાવાદમાં ૧૫૦૦ જેટલી પાણીની પરબો શરૂ કરવામાં આવશે. એટલું જ નહી, હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોÂસ્પટલોમાં ખાસ વ્યવસ્થા અને સારવારની વ્યવસ્થા કરવાની સૂચના જારી કરાઇ છે. અમદાવાદમાં ગરમી વધતા હવે મ્યુનિસિપલ કોર્પોરેશન હિટ એક્શન પ્લાન તૈયાર કરવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. યલો એલર્ટ અને રેડ એલર્ટને લઈને લોકોમા અવેરનેસ વધે તે માટે પ્લાન પણ ઘડવામાં આવશે. ગરમીના કારણે લોકોને લૂ લાગવાની તેમજ ચક્કર આવવાના બનાવ બને છે. 

જેમાં અમ્યુકો સંચાલિત હોÂસ્પટલમાં હીટવેવ અને હીટસ્ટ્રોકના દર્દીઓ માટે ઝડપી સારવાર મળે તે માટે પણ આયોજન કરાશે. 


Download Our B K News Today App



Related News