અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત જ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 13:27:18
  • Views : 428
  • Modified Date : 2019-05-04 13:27:18

અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ અકબંધ રહ્યું છે. એકબાજુ ફેની ચક્રવાતી તોફાનના કારણે ઓરિસ્સા અને આસપાસના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં પારો અકબંધ રહ્યો છે. આજે પણ અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગે પારો ૩૯થી ૪૧ વચ્ચે રહ્યો હતો. અમદાવાદ શહેરમાં મહત્તમ તાપમાન ૪૧.૬ રહ્યું હતું. જ્યારે આજે પણ સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થયો હતો જ્યાં મહત્તમ તાપમાન ૪૧.૮ ડિગ્રી રહ્યું હતું. રાજ્યના જુદા જુદા ભાગોમાં પારો ૪૧થી ઉપર રહ્યો હતો. જેમાં અમદાવાદ, ડીસા, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભુજ અને કંડલા એરપોર્ટનો સમાવેશ થાય છે. રાજકોટમાં પણ ૪૧ ડિગ્રી પારો રહ્યો હતો. હીટવેવની કોઈ ચેતવણી તંત્ર દ્વારા જારી કરવામાં આવી નથી પરંતુ બપોરના ગાળામાં તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. જેથી લોકો બપોરના ગાળામાં બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આવતીકાલે અમદાવાદમાં પારો ૪૨ ડિગ્રી સુધી રહી શકે છે. હવામાનમાં એકાએક ફેરફારની સ્થિતિના  પરિણામ સ્વરુપે લોકોને અને ખાસ કરીને બાળકોને સાવચેત રહેવાની સલાહ તંત્ર દ્વારા આપવામાં આવી છે. ગરમીથી બચવા માટે શહેરમાં જુદી જુદી વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. કોર્પોરેશન તરફથી લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ. આજે અમદાવાદ શહેરમાં પણ લોકોની હાલત કફોડી બની ગઈ હતી. આજે રાજ્યના જે ભાગોમાં પારો ૪૦થી ૪૩ વચ્ચે રહ્યો હતો. જાણકાર લોકોનું કહેવું છે કે, મે મહિનામાં ગરમીના પ્રમાણમાં હજુ ઉલ્લેખનીય વધારો થઇ શકે છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ ઘટી રહ્યું છે. આજે આંશિક વાદળછાયા વાતાવરણની વચ્ચે મહત્તમ તાપમાનમાં ફેરફારનીસ્થિતિ જાવા મળી હતી. ગઇકાલની સરખામણીમાં પારો ગગડ્યો હતો. બપોરના ગાળામાં પણ અન્ય દિવસોની સરખામણીમાં ઓછી ગરમીનો અનુભવ થયો હતો. હિટવેવને લઇને કોઇપણ પ્રકારની ચેતવણી જારી કરવામાં આવી નથી જેથી સામાન્ય લોકોને રાહત થઇ છે. જા કે, અમદાવાદ કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા હિટવેવને લઇને એક્શન પ્લાન અમલમાં મુકવામાં આવ્યા બાદ તેને લઇને પણ રાહત થઇ છે


Download Our B K News Today App



Related News