ડીસા અને સુરેન્દ્રનગરમાં પારો ૪૫ થી ઉપર પહોંચ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-08 11:42:00
  • Views : 578
  • Modified Date : 2019-06-08 11:42:00

અમદાવાદ સહિત રાજ્યમાં ભીષણ ગરમી અકબંધ રહી છે. આજે  રાજ્યના અનેક ભાગોમાં પારો ૪૫થી ઉપર પહોંચી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. આજે ડીસામાં ૪૫.૧ અને સુરેન્દ્રનગરમાં પારો ૪૫.૩ સુધી પહોંચી ગયો હતો. જનજીવન પણ ભીષણ ગરમીના કારણે ખોરવાઈ ગયું હતું. બપોરના ગાળામાં રસ્તા સુમસામ દેખાયા હતા. રાજ્યના જે ભાગોમાં પારો ૪૪થી ઉપર રહ્યો હતો તેમાં અમદાવાદમાં ૪૪.૨, ગાંધીનગરમાં ૪૪.૮, કંડલા એરપોર્ટ ખાતે ૪૪.૨ અને રાજકોટમાં ૪૪.૨ સુધી તાપમાન પહોંચી ગયું હતું. બીજી બાજુ અગામી બે દિવસ સુધી કોઈ પણ પ્રકારની રાહત મળવાની શક્યતા દેખાઈ રહી નથી. હીટવેવની ચેતવણી પણ ઉત્તર ગુજરાત અને ખાસ કરીને બનાસકાંઠા અને સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના જુદા જુદા ભાગો માટે જારી કરવામાં આવી છે. રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં ભીષણ ગરમી પડવાની સંકેત દેખાઈ રહ્યા છે. પારો હજુ પણ ઉપર જઈ શકે છે. અમદાવાદમાં પણ યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે. ચેતાવણીના પરિણામ સ્વરૂપે લોકો બપોરના ગાળાના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા.  કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર
બપોરના ગાળામાં ઘરથી  બહાર નીકળવું જાઈએ નહીં. સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જાઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જાઈએ.
બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને
રાજકોટ, અમરેલી અને
સુરેન્દ્રનગરમાં જારદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ


Download Our B K News Today App



Related News