થરામાં ગરમીનો પારો ૪૫ ડીગ્રી બજારો સુમસામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-28 11:21:50
  • Views : 830
  • Modified Date : 2019-04-28 11:21:50

ઉત્તર પશ્વિમી સુકા અને ગરમ પવનો ફુંકાતા ઉતર ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી લધુતમ અને મહતમ તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે. શનિવારે અચાનક બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા સહિત ઉતર ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં ૨ ડીગ્રીના વધારા સાથે ૪૫ ડીગ્રી જેટલુ ઉંચુ તાપમાન થઇ જતાં આકાશમાંથી રીતસરના અગનગોળા વરસતા હોય તેવી સ્થિતિ થરા બજારમાં સર્જાઇ હતી. જેના કારણે બપોરના સમયે હાઇવે અને મુખ્ય રસ્તાઓ પર પણ હિટવેવ અસર જોવા મળી હતી. લગ્નની સિઝન હોવા છતાં સવારના દસ વાગ્યે મુખ્ય રસ્તાઓ ખાલીખમ જોવા મળ્યા હતા. લોકો આખો દિવસ ઘરમાં પુરાઇને રહ્યા હતા. લોકોએ બહાર નીકળવાનું ટાળતાં બજારો અને રસ્તાઓ સુમસામ બન્યા હતા. આગામી ત્રણ-ચાર દિવસ સુધી હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે લોકોએ હિટવેવથી બચવા માટે બપોરના સમયે શકય હોય ત્યાં સુધી ખુલ્લામાં નીકળવાનું ટાળવા સહિતની તકેદારી રાખવી જરૂરી છે. ખાસ કરીને બાળકો અને વયસ્કોએ સાવચેતી રાખવી. બાળકોને સુર્યના સિધા કિરણોથી દૂર રાખવા આ ઉપરાંત બને ત્યાં સુધી લીંબુ પાણી તેમજ સરકારી દવાખાનામાં મળતાં ઓ.આર.એસ.નો વધુને વધુ ઉપયોગ કરવો જોઇએ, જેથી ગરમી સામે રક્ષણ મળી રહે.

Download Our B K News Today App



Related News