ધાનેરાના સામરવાડા પાસેના ડાયવર્ઝનના ભંગાર રોડથી કંટાળેલા ગ્રામજનોનો ચક્કાજામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-03 10:51:39
  • Views : 268
  • Modified Date : 2021-02-03 10:51:39

બનાસકાંઠામાં ધાનેરા પાસે આવેલ સામરવાડા ગામના લોકોએ મંગળવારે રસ્તાના મુદ્દે ચક્કાજામ કર્યું હતું.  વારંવાર રજૂઆત કર્યા બાદ પણ રોડ ન બનતા આખરે કંટાળેલા લોકોએ બીજીવખત ચક્કાજામ કરી તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો .
ધાનેરા પાસે આવેલ સામરવાડાના ગ્રામજનોએ મંગળવારે હાઇવે પર ચક્કાજામ કર્યો હોવાની ઘટના સામે આવી છે. ધાનેરામાં અત્યારે મુખ્ય હાઈ-વે ની કામગારી  ચાલી રહી છે જેના કારણે મુખ્ય હાઇવે પરથી પસાર થતા તમામ વાહન ચાલકો માટે સામરવાડા ગામ
પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.  દિવસ દરમિયાન હજારો વાહનો સામરવાડાના સિંગલ પટ્ટી માર્ગ પરથી પસાર થતા આ માર્ગ  પણ હવે અત્યંત ખરાબ થઈ ગયો છે જે મામલે સ્થાનિક ગ્રામજનોએ અગાઉ હાઇવે ઓથોરિટી અને નાયબ કલેકટરને રજૂઆત કરી હતી.  વારંવાર રજૂઆત કર્યા બાદ પણ આ માર્ગ નથી તો રીપેર કરવામાં આવ્યો કે નથી ડાયવર્ઝન બંધ કરાયું જેથી ભંગાર માર્ગથી કંટાળેલા લોકો મંગળવારે રોડ પર બેસી જઈ ચક્કાજામ કર્યો હતો. જેમાં ૫૦૦ થી પણ વધુ લોકોએ રોડ પર ચક્કાજામ કરતાં જ સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય નથાભાઇ પટેલ પણ દોડી આવ્યા હતા જાેકે રોડ મામલે વાતચીત કરવા જતા ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું બાદમાં ધારાસભ્ય નથાભાઇ પટેલે અને પીએસઆઈ ઘાસુરાએ ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો. અને રસ્તો ખાલી થતાં વાહન વ્યવહાર પૂર્વવત શરૂ થયો હતો. ધારાસભ્ય નથાભાઇ પટેલે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરી અણઘડ વહીવટ ના કારણે ગ્રામજનો હેરાન થતા હોવાનું જણાવ્યું છે ત્યારે હવે વધુ એકવાર સ્થાનિક તંત્રને રજૂઆત  લોકોની સમસ્યા હલ થશે કે કેમ તે જાેવું રહ્યું.

Download Our B K News Today App



Related News