પાલનપુર પાલિકાની સાધારણસભામાં ગરમાગરમી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-01 11:58:16
  • Views : 461
  • Modified Date : 2019-08-01 11:58:16

પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા બુધવારે
પાલિકાના સભાખંડમાં યોજાઇ હતી. જેમાં ચીફ ઓફિસરના વાહનના ડિઝલ-ઓઇલનો ખર્ચ, શહેરમાં રખડતાં પશુઓ પકડવાના ખર્ચના આંકડા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવતાં ભારે ઉત્તેજના પ્રસરી જવા પામી હતી. જોકે, પ્રમુખે તે બાદ તમામ એજન્ડાની ચર્ચા કર્યા વિના જ બહુમતીથી મંજૂર કરી સભા આટોપી દીધી હતી.
પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા બુધવારે
પાલિકાના સભાખંડમાં પ્રમુખ અશોક ઠાકોરના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. પ્રારંભમાં વંદે માતરમના ગાન બાદ
ભાજપ- કોંગ્રેસ દ્વારા અપાયેલા વ્હિપનું વાંચન કરાયું હતું. જે બાદ પ્રમુખ દ્વારા સભા શરૂ કરી ગત સાધારણ સભાની કાર્યવાહીને બહાલી આપી એજન્ડા પ્રમાણે ચર્ચા શરૂ કરવામાં આવતાં કોંગ્રેસના મહિલા સદસ્યા આશાબેન રાવલે નગરપાલિકા ચીફ ઓફિસરના વાહન માટેના ડિઝલ- ઓઇલ માટે કરાયેલા ૩.૧૪ લાખનો ખર્ચના આંકડા, સેનિટેશન વિભાગ દ્વારા શહેરમાં ૨૬ મી જાન્યુઆરીએ મુખ્યમંત્રીના કાર્યક્રમ બાદ રખડતાં કુતરા, ગાય અને ભૂંડ પકડવા માટે રૂપિયા ૨,૦૦,૦૦૦નો ખર્ચ ઉપરાંત
પાણી પુરવઠા વિભાગ દ્વારા
પાણીની ટાંકીઓની સફાઇ માટે કરાયેલા ખર્ચની વિગતો માંગતા પ્રમુખે આવા આક્ષેપો ચલાવી નહી લેવાય તેમ જણાવી બાકીના ૨૫ એજન્ડાઓ ચર્ચા કર્યા વિના જ માત્ર બે મિનીટમાં મંજૂર કરી સભા આટોપી લેવાઇ હતી.

Download Our B K News Today App



Related News