પવિત્ર શ્રાવણ માસમાં ગરમાગરમ મગફળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-03 11:55:03
  • Views : 421
  • Modified Date : 2019-08-03 11:55:03


પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાંની સાથે ડીસા શહેરમાં ગરમાગરમ મગફળીનું આગમન થઈ ગયું છે. જેની સાથે બજારોમાં અનેક જગ્યાઓ ઉપર લીલી અને સુકી ગરમા ગરમ મગફળીની લારીઓ જોવા મળી રહી છે. ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં શંકર ભગવાનના ભક્તો  આખો મહિનો શંકર ભગવાનની પૂજા- અર્ચના કરી એક માસનો ઉપવાસ રાખતા હોય છે. શ્રાવણ માસ નિમિત્તે તહેવારો  આવતા હોઈ ભાઈઓ અને બહેનો ઉપવાસ કરતા હોય છે. ત્યારે આવા સમયે ગરમાગરમ મગફળીનો અનેરો સ્વાદ  લોકો માણતા હોય છે. તો આ ચોમાસાની ઋતુમાં ડીસાની બજારમાં આવી ગરમાગરમ મગફળીની લારીઓ નજરે જોવા મળે છે.

Download Our B K News Today App



Related News