ડુંગળી ઃ હવે ગરીબોની કસ્તુરી નથી રહી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-22 10:44:39
  • Views : 331
  • Modified Date : 2020-10-22 10:44:39

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળી હવે તેમના માટે કસ્તુરી રહી નથી. ડુંગળીના ભાવ પ્રતિ કિલોએ રૂ.૮૦ થી ૧૦૦ એ પહોંચતા ગરીબ તેમજ સામાન્ય પરિવારને પણ પોષાય તેવા રહ્યા નથી. અત્યારે આગ ઝરતી તેજીના કારણે હવે રેસ્ટોરન્ટની ડીસમાંથી પણ ડુંગળી ગાયબ જાેવા મળી રહી છે. બજારના સૂત્રો કહે છે. નજીકના સમયમાં ડુંગળીના ભાવ ઘટવાના કોઈ એંધાણ નથી.
પાછોતરા સતત વરસેલા વરસાદથી મહારાષ્ટ્રના નાસિક અને સૌરાષ્ટ્રમાં જ્યાં ડુંગળીનું વ્યાપક પ્રમાણમાં વાવેતર થાય છે. ત્યાં ડુંગળીનો થાક બગડી જતાં છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ડુંગળીના ભાવમાં જબરજસ્ત ઉછાળો આવ્યો છે. જે હોલસેલમાં રૂ.૬પ થી ૭૦ માં વેચાઈ રહ્યા છે. જ્યારે રિટેલમાં તેનો ભાવ રૂ.૮૦ થી ૧૦૦ બોલાઈ રહ્યો છે. મોટાભાગે નાસિક અને સૌરાષ્ટ્રથી ડુંગળી ડીસાના માર્કેટમાં આવે છે. જે રોજની અંદાજે ર૦ જેટલી ગાડીઓ સ્થાનિક માર્કેટમાં ઠલવાય છે. સ્થાનિક માર્કેટમાં તેેના લગભગ ૩૦ થી વધુ વેપારીઓ ડુંગળીનો વેપાર કરે છે. જ્યારે ડીસાના સ્થાનિક માર્કેટ સિવાય ઉત્તર રાજસ્થાનના કેટલાક સેન્ટરોમાં પણ શાકભાજી સાથે ડુંગળીનો વેપાર થાય છે. ગરીબો માટે કસ્તુરી સમાન ગણાતી ડુંગળી હવે તેમના માટે કસ્તુરી રહી નથી. ડુંગળીના ભાવ વધવા પાછળ વેપારીઓ સરકાર દ્વારા બહારથી આવતી ડુંગળીની આયાત બંધ હોવાનું અને સતત વરસાદથી ડુંગળીના પાકને નુકશાન થયું હોવાનું કારણ આપી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં પણ ડુંગળીના ભાવ ઘટે તેવા કોઈ એંધાણ વર્તાતા નથી.

Download Our B K News Today App



Related News