ગરીબના મુખનું સ્મિત બન્યા મામલતદાર ઃ કહ્યું તહેવાર ગરીબ લોકો સાથે પણ ઉજવાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-24 15:26:42
  • Views : 520
  • Modified Date : 2019-08-24 15:26:42

તહેવાર આમ તો ચાર અક્ષરનો શબ્દ છે પણ ગુજરાતમાં આજે પણ તહેવારોનું અનેરું મહત્વ રહેલું છે. દિવાળી હોય કે પછી શ્રાવણ મહિનાની ગોકુળ આઠમ દરેક લોકો તેમના માદરે વતન અથવા તેમના પરિવાર સાથે ઉજવતા હોય છે. ત્યારે આજે એક એવા અધિકારીની વાત કરીએ કે દરેક તહેવાર પહેલાં ગરીબ અને ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા લોકો સાથે ઉજવે છે. દિયોદર મામલતદાર તરીકે ફરજ બજાવતા પી.એસ. પંચાલ તે એક તટસ્થ અધિકારી તરીકે ફરજ બજાવે છે. તેની સાથે સાથે દિયોદર આજુ બાજુ વિસ્તારમાં  વસવાટ કરતા ગરીબ પરિવારના મુખનું સ્મિત પણ બને છે. દરેક તહેવારોમાં ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા લોકોને દરેક તહેવારોમાં મીઠાઈ કપડાં અને જરૂરિયાત મુજબની વસ્તુ આપી તહેવારની ઉજવણી કરતા હોય છે. જેમાં સાતમના દિવસે પણ દિયોદર મામલતદારે દેવી પૂજક, મીર, વાદી, વસાહતમાં જઈ ગરીબ પરિવારનું મુખનું સ્મિત બન્યા હતા અને લોકોને જરૂરિયાત મુજબની વસ્તુ અને મીઠાઈની વિતરણ કરી સાતમ અને આઠમની ઉજવણી કરી હતી. જેમાં વિચરતા સમુદાય મંચના સંયોજક નારણ રાવળે જણાવેલ કે તહેવારો આપણે સૌ  પરિવાર કુટુંબીજનો સાથે મનાવીએ છીએ. ઘરમાં મીઠાઈ કે નવા કપડાં લાવીને ખુશ થઈએ છે પરંતુ દિયોદર મામલતદાર પી.એસ.પંચાલ  ગરીબ પરિવાર વચ્ચે જઈ સૌને મીઠાઈ, કપડાં કે જરૂરિયાત મુજબ વસ્તુઓ આપી ઉજવણી કરે છે.



Download Our B K News Today App



Related News