સલ્લા ખાતે ગરીબ મહિલાને ન્યાય મળશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:28:13
  • Views : 310
  • Modified Date : 2021-02-02 11:28:13

બનાસકાંઠા જિલ્લામાં આવેલા અનેક ગામડાઓમાં દબાણ બાબતે અનેક તર્ક-વિતર્ક જાેવા મળી રહે છે.  ત્યારે
તાજેતરમાં  પાલનપુર તાલુકાના  સલ્લા ગામે  છેલ્લા ૪૦ વર્ષથી ભોગવટો કરતી વિધવા મહિલા ચાની કીટલી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતી હતી. ત્યારે ગ્રામ પંચાયતના સરપંચ તલાટી અને મળતીયાઓ દ્વારા પોતાની અંગત અદાવત રાખી ગામના અન્ય દબાણ દૂર કરવાને બદલે આ વિધવા મહિલાની અને કીટલી તોડી પાડતાં સમગ્ર
પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જ્યારે વિધવા મહિલા દ્વારા માન્ય મુખ્યમંત્રી કાર્યાલયમાં  રજૂઆત કરતા આખરે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા
પાલનપુર તાલુકા વિકાસ અધિકારીને તપાસના આદેશો  બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી. ત્યારે પાલનપુર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ ૬- ૧- ૨૦૨૧ના રોજ સલ્લા ગ્રામ પંચાયતને લેખિતમાં આ દબાણ બાબતે નોટીસ ફટકારી સમસ્યાનો હલ લાવવા બાબતે લેખિતમાં જાણ કરવામાં આવી હતી.  સલ્લા ગ્રામ પંચાયતમાં અનેક લોકો દ્વારા ગ્રામ પંચાયતમાં આવેલ જમીનમાં દબાણ કરી
પાકા મકાન બનાવવામાં આવેલા છે ત્યારે આ દબાણ બાબતે કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતી નથી અને આ વિધવા મહિલાની ઓરડી તોડી પાડતા પોતાની રોજીરોટી છીનવી લેવામાં આવી છે. તો શું આ બાબતે આવા સરપંચ અને તલાટી સામે બનાસકાંઠા જિલ્લા કલેકટર  દ્વારા કાયદેસરના
પગલાં ભરી અને કાયદેસરનો પાઠ ભણાવવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠવા પામી છે .

Download Our B K News Today App



Related News