પાલનપુર તાલુકાની ગઢ પોલીસે મડાણા ગઢ ગામ નજીકથી બકરા ભરેલુ ટ્રક ઝડપી પાડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-01 13:19:19
  • Views : 363
  • Modified Date : 2021-07-01 13:19:19

     બનાસકાંઠા જીલ્લાની અંદર પશુ તસ્કરીના બનાવ દિનપ્રતિદિન વધી રહ્યા છે તો બીજી તરફ જીવદયાપ્રેમિયો અને પોલીસની સતર્કતાને કારણે આવા પશુ તસ્કરોને ઝડપી લઇ જેલના સળિયા પાછળ ધકેલવાની કામગીરી પણ પૂરજોશમાં કરવામાં આવી રહી છે ત્યારે ગતરોજ પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશનના  પી.એસ.આઈ એલ. જે.વાળા ને ખાનગી રાહે હકીકત મળેલ કે મડાણા ગઢ નજીકથી પશુઓ ભરેલી ટ્રક પ્રસાર થવાની છે જે  ચોક્કસ બાતમીના આધારે ગઢ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ એલ. જે.વાળા તેમજ .એસ. આઈ સહિત પોલીસ સ્ટાફના માણસોએ  વોચ ગોઠવી મડાણા ગઢ ગામ નજીકથી ૪૮ જેટલા બકરા ભરેલી ટ્રક ઝડપી લઇ ટ્રક ડ્રાઈવર સહિત કુલ પાંચ વ્યક્તિઓને ઝડપી લીધા હતા જેમાં ટ્રક નંબર GJ-03-BW-1380ના ચાલક નારસંગજી બાદરજી ઠાકોર  રહે. ગામ-નેદરા તાલુકો-સિદ્ધપુર જિલ્લો-પાટણ તેમજ બકરાના વ્યાપારી  મુર્તુઝા નિશાર કચ્છી મુસલમાન  તેમજ મોહસીનઅલી ગુલામહુસેન કરેડીયા   તેમજ બકરાના દલાલ અકબરભાઈ ઈસ્માઈલભાઈ સુમરા તેમજ ટ્રક ગાડીના ક્લીનર માજીદભાઈ અબ્દુલકરીમ સિપાઈ  સહિતના પાંચ આરોપીઓને ઝડપી લીધા હતા અને ટ્રકમાંથી કુલ બકરા 48 જેની કિંમત રૂપિયા 3,36,000 તેમજ ગાડી ની કિંમત 7,00,000 એમ કુલ કિંમત રૂપિયા 10,36,000 હજારનો મુદ્દામાલ ઝડપી લઇ તમામ ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી જેને લઇ પશુ તસ્કરી કરતા પશુ તસ્કરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

Download Our B K News Today App



Related News