ગઢ દુધમંડળીને ૨૦૧૯/૨૦ ના વર્ષમાં રાજય સહકારી સંઘ દ્રારા શ્રેષ્ઠ કામગીરી બદલ જીલ્લામાં બીજો નંબર આપી શીલ્ડ તેમજ સન્માનપત્ર એનાયત કરાયું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-02 11:40:21
  • Views : 428
  • Modified Date : 2021-02-02 11:40:21

    પાલનપુર તાલુકાના ગઢ ખાતે કાર્યરત દુધ ઉત્પાદક મંડળીને વર્ષ ૨૦૧૯/૨૦ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘની ભલામણથી અને બનાસડેરીના માધ્યમથી ગુજરાત રાજ્ય સહકારી સંઘ દ્રારા જીલ્લામાં બીજો નંબર આપી શીલ્ડ તેમજ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવી હતી બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘની ભલામણ અને બનાસડેરીના માધ્યમથી ગઢની દુધ મંડળીએ વર્ષ દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ રાજ્ય સંઘ દ્રારા સન્માનિત કરાતાં ગઢ દુધ મંડળીના કારોબારી મંડળે બનાસકાંઠા જીલ્લા સહકારી સંઘ અને બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તેમજ  બનાસડેરી નિયામકમંડળ   અને ગુજરાત રાજ્ય સહકારી સંઘનો આભાર વ્યકત કર્યો હતો. 


Download Our B K News Today App



Related News