નિઃ સંતાન માતાએ બાળક પામવા ગર્ભવતી હોવાનો ડોળ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-27 12:05:49
  • Views : 599
  • Modified Date : 2019-07-27 12:05:49

પાલનપુરમાં જોરાવર પેલેસ નજીકથી ગુરૂવારે સાંજે બાળકીનું અપહરણ કરનારી નિઃ સંતાન મહિલાએ બાળક પામવા માટે નવ માસ સુધી પેટ ઉપર ઓશિકું બાંધી રાખ્યું હતું. અને નવ માસ પુરા થતાં બાળક જનમ્યું હોવાનો પ્લાન અમલમાં મુકી બાળકીનું અપહરણ કર્યુ હતુ. જોકે,
પોલીસે ગણતરીના કલાકોમાં તેને ઝડપી લઇ સત્ય બહાર લાવી દીધુ હતું.
પાલનપુરમાં ચકચારી બનેલી બાળકીના અપહરણની ઘટના અંગે જિલ્લા પોલીસવડા પ્રદિપ સેજુલે મિડીયા સમક્ષ જણાવ્યું હતુ કે, પાલનપુર માલણ દરવાજા નજીક ઝમઝમ સોસાયટીમાં છેલ્લા પાંચ વર્ષથી ભાડાના મકાનમાં રહેતી સીમાએ પોતાને સંતાન ન હોવાના લીધે કોઈના તાજેતર જન્મેલા બાળક ની ઉઠાંતરી કરવાના ઇરાદે તેણે નવ માસ અગાઉ પ્લાન તૈયાર કર્યો  હતો. અને તે પ્લાનને અમલમાં મુકવા માટે સરકારી યોજનાનો લાભ અપાવવાના નામે જનતા નગર ટેકરા વિસ્તારમાં લોકો પાસેથી ઘરે
ઘરે જઇને ડોક્યુમેન્ટ  ભેગા કર્યા હતા. જે ડોક્યુમેન્ટના આધારે તાજેતરમાં જન્મેલા બાળકની વિગત જાણી હતી. અને જનતા નગરમાં રહેતી મેહરુનબેન શેખના ઘરે જઇને તેમના પરિવાર સાથે વિશ્વાસ કેળવ્યો હતો. દરમિયાન ગુરૂવારે સીમા મેહરૂનબેનના ઘર પહોંચી હતી અને  દીકરી નામે જનસેવા કેન્દ્રમાં ફોર્મ ભરી ૫૦૦૦ રૂપિયા આપવાની લાલચ આપી હતી. આથી મેહરૂનબેન તેમનીદોઢ મહિના ની બાળકી અને પોતાની બહેન બીલકીસબેન સાથે પાલનપુર જન સેવા કેન્દ્રમાં ગયા હતા. જ્યાં મોકાનો ફાયદો ઉઠાવી દોઢ મહિના બાળકી લઈને  સીમા બાળકીને લઇ રિક્ષામાં ફરાર થઈ ગઈ હતી. જેની જાણ થતાં જ ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. અને પોલીસે ગણતરીના કલાકોમાં જ સીમાને ઝડપી લઇ પરિવારને સોંપી હતી. જ્યારે સીમા વિરૂધ્ધ પશ્વિમ પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Download Our B K News Today App



Related News