બનાસકાંઠા જીલ્લામાં વિવિધ તાલુકાઓમાં શરદપુનમ પ્રસંગે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:38:30
  • Views : 254
  • Modified Date : 2021-10-22 11:38:30

 

     ગુજરાતમાં નવરાત્રિના તહેવારની ખૂબ જ ધામધૂમથી ઉજવણી થતી હોય છે.. અને નવરાત્રિની શાન માનવામાં આવતા ગરબા ગુજરાતીઓના પ્રિય હોય છે. અને એટલા જ માટે ગુજરાતમાં નવરાત્રીના નવ દિવસ ગરબા રમ્યા બાદ પણ શરદપુનમના પણ વિવિધ સ્થળો પર ગરબા યોજાતા હોય છે.. ડીસામાં પણ શરદ પુનમ પ્રસંગે લાલચાલી વિસ્તારમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને સ્થાનિક લોકોએ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ મચાવી હતી. છેલ્લા ઘણા વર્ષોથી ડીસાના લાલ ચાલી વિસ્તારમાં શરદપૂનમના ગરબાનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ નવરાત્રિ બાદ લાલ ચાલી નવ યુવક મિત્ર મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોડી રાત સુધી ખેલૈયાઓએ ગરબામાં રમઝટ જમાવી હતી આ ઉપરાંત લાલીનો યુવક મિત્ર મંડળ દ્વારા પ્રસાદમાં દૂધ પૌવા નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં લોકોએ પ્રસાદીનો લાભ લીધો હતો

 

ડીસાના ઓગડવાસ વિસ્તારમાં પણ શરદપૂર્ણિમા ના ગરબા યોજાયા હતા. દર વર્ષે નવરાત્રીના નવ દિવસ બાદ વિવિધ વિસ્તારોના સંચાલકો દ્વારા શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવતું હોય છે જે અંતર્ગત વર્ષોથી ઠાકોર સમાજ દ્વારા ડીસાના ઓગડવાસ વિસ્તારમાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ શરદ પૂર્ણિમાના દિવસે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ગરબે ઘૂમે હતા જે બાદ આ વિસ્તારના લોકો દ્વારા પ્રસાદીમાં દૂધપૌવાનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું

Download Our B K News Today App



Related News