ડીસા શહેરના અનંત ગેલેક્સીમાં પણ શરદપૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-22 11:20:00
  • Views : 302
  • Modified Date : 2021-10-22 11:20:00

ડીસા શહેરમાં પ્રતિ વર્ષની જેમ વર્ષે પણ શરદપૂર્ણિમાના પર્વની પરંપરાગત રીતે હર્ષોલ્લાસભેર રંગદર્શી માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. અવસરે સ્થાનિક શેરીઓ,મહોલ્લા, સોસાયટીઓમાં ડી.જે.ના સંગાથે રાસ-ગરબાની રમઝટ બોલાવાઈ હતી. ત્યારે ડીસા શહેરના અનંત ગેલેક્સીમાં પણ શરદપૂર્ણિમા નિમિત્તે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિકો શરદપૂર્ણિમાના ગરબા રમવામાં કોઈ પણ કસર બાકી રાખી હતી અને મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. માત્ર ગરબા નહીં પરંતુ જ્યારે વાત શરદપૂર્ણિમાની આવે ત્યારે દૂધ પૌંઆ આરોગવાનું મહત્વ પણ વિશેષ હોય છે.ત્યારે ગરબાની સાથે દૂધ પૌંઆ પણ આરોગી ઉજવણી કરી હતી. મહત્વપૂર્ણ બાબત છે કે ચારે તરફ મોંઘવારીનો મારની અસર જોવા મળે છે ત્યારે ઘણી સોસાયટીઓમાં સભ્યો સાથે દૂધ પૌવા બનાવી શરદપૂર્ણિમાની ઉજવણી કરી હતી. હાલ માર્કેટમાં તૈયાર દૂધ પૌંઆના ભાવ 200થી 300 રૂપિયા કિલો સુધીના જોવા મળી રહ્યા છે. તેવામાં શહેરની વિવિધ સોસાયટીઓમાં સભ્યોએ જાતે કાચો સામાન લાવીને દૂધ પૌવા તૈયાર કર્યા હતા.અને શરદપૂર્ણિમાની મજા માણી હતી.

Download Our B K News Today App



Related News