200 લોકોની શરત સાથે ગરબાની મંજૂરી મળે તે અંગે સરકારમાં વિચારણા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-04 15:16:24
  • Views : 254
  • Modified Date : 2020-10-04 15:16:24

 નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નવરાત્રિને લઈ મોટું નિવેદન આપ્યું છે. કોરોનાનાં વધતાં જતાં કેસોને લઈ સરકારે હજુ કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેવામાં ગરબાના રસિકો માટે રાહતના સમાચાર મળી શકે છે. અને શેરી ગરબાને લઈ હાલ રૂપાણી સરકાર વિચારણા કરી રહી હોવાનું જણાવ્યું છે. હાલ કોરોના કાળમાં નવરાત્રિની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

કેન્દ્ર સરકારની અનલોક 5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે તેવા સંકેત પણ નીતિન પટેલે આપ્યા હતા. જો કે, પાર્ટી પ્લોટમાં થતાં ગરબાના મોટા કાર્યક્રમો પર રોક લગાવવામાં આવશે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે નવરાત્રિ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે, હાલ સરકારે શેરી ગરબા અંગે વિચારણા કરી રહી છે. અને 200 લોકોની શરત સાથે ગરબાની મંજૂરી આપવામાં આવે તે અંગે હાલ સરકાર વિચારણા કરી રહી છે. 

Download Our B K News Today App



Related News