વર મરો કન્યા મરો પણ....તરભાણું ભરો ગુજરાતમાં પેટાચૂંટણી યોજાયી શકે તો ગરબા કેમ નહીં ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-12 11:09:03
  • Views : 374
  • Modified Date : 2020-10-12 11:09:03

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રની ગાઈડ લાઈન પ્રમાણે ર્નિણય લેતા મોટા ગરબા સહિત શેરી ગરબાને પણ મંજૂરી આપી નથી. માત્ર ૨૦૦ લોકોની મર્યાદા સાથે આરતી ઉતારવાની મર્યાદા
આપતા સમગ્ર ગુજરાતના ખેલૈયાઓ સહિત કલાકારો પણ નિરાશ થયા હતા. ત્યારે ગુજરાતની પ્રજા પૂછવા માંગે છે કે જો ગુજરાત વિધાનસભાની
પેટાચૂંટણી યોજાઇ શકે તો શેરી ગરબા કેમ નહીં.
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી
પંચે માર્ગદર્શીકા જાહેર કરી હતી. જેમાં પ્રચાર-પ્રસાર માટે માર્ગદર્શિકા બનાવી હતી. જાહેર જગ્યાએ સભા સંબોધતી વખતે ૨૦૦ લોકોની મર્યાદા સાથે સભા કરી શકાશે. તેમજ ખુલ્લી જગ્યામાં આ પ્રકારના આયોજન માટે મેદાન સ્થળના વિસ્તારને ધ્યાનમાં લઈને ૬ ફૂટની દૂરી સાથેનું સામાજિક અંતર પણ રાખવામાં આવશે. જ્યારે બીજી બાજુ સરકારે નવરાત્રી સહિત આવનારા દિવાળી સુધીના તહેવારોમાં બહુ છૂટછાટ આપી નથી. ગરબા એ એવી વસ્તુ છે કે જે સોશિયલ ડિસ્ટન્સ સાથે જ રમાય છે. ગરબા માતાજીની મૂર્તિને સ્પર્શ કરી શકાશે નહીં તેમજ પ્રસાદીનું વિતરણ ઉપર
પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે લોકો સરકારને પૂછી રહ્યા છે કે આવનારી પેટાચૂંટણીમાં ઇવીએમ બટન અને નેતાઓની સભામાં સોશિયલ ડિસ્ટન્સ કે નિયમોનું પાલન થશે કે નહીં ?
પ્રાચીનકાળથી નવલા નોરતામાં ગરબા રમવાનું એક અનોખું મહત્વ ચાલ્યું આવું છે. જોકે આ વર્ષે કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત નવરાત્રિમાં ગરબા યોજાશે નહીં જેનાથી કલાકારો તો બેરોજગાર બન્યા છે. પરંતુ આ ધંધા સાથે સંકળાયેલા ઘણા લોકોનું જીવન ગુજરાન ચલાવવુ મુશ્કેલ બન્યું છે.

ગરબા સોશિયલ ડિસ્ટન્સ સાથે જ રમાય છે પણ નેતાઓની સભા સોશિયલ ડિસ્ટન્સ સાથે યોજાશે ?
માં અંબાના નવલા નોરતાની ભક્તિ અનેરી હોય છે. પ્રાચીનકાળથી ભક્તો દ્વારા રમવામાં આવતા ગરબા સોશિયલ ડિસ્ટન્સ સાથે જ રમાતા આવ્યા છે. ગરબા કદી જોડે જોડે રહીને રમાઈ શકતા નથી તેવું ખેલૈયાઓ દ્વારા જાણવા મળ્યું છે.
જો સરકારે શેરી ગરબાને મંજૂરી આપી હોત તો ૨૦૦ લોકોની મર્યાદા સાથે શેરી ગરબા સોશિયલ ડિસ્ટન્સ સાથે રમાઇ શક્યા હોત. જોકે સામે પેટા ચૂંટણી આવતાં ૨૦૦ લોકોની મર્યાદા સાથે જાહેર સભા નેતાઓ સંબોધી શકશે તેવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરંતુ અત્યાર સુધી નેતાઓના કાર્યક્રમ જોતા આ નિયમ પણ સભામાં લાગુ પડશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

Download Our B K News Today App



Related News