ગાંધીનગરના ૧૮ કન્ટેઈનમેન્ટ એરિયામાં ગરમ ઉકાળાનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-19 13:47:42
  • Views : 547
  • Modified Date : 2020-05-19 13:47:42


નિયામક આયુષની કચેરી અને ગાંધીનગર મહાનગરપાલિકાના સંયુક્રત ઉપક્રમે ગાંધીનગર મહાનગરપાલિકાના વિસ્તારના કન્ટેઈનમેન્ટ એરિયામાં નિયમિત સવારના રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. છેલ્લા ચાર દિવસથી અંદાજે ૨૦ હજાર જેટલા લોકોને આ ઉકાળાનો લાભ લઇ રહ્યા છે. ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોરોના વાયરસના કેસોની સંખ્યા વધી રહી છે. એકબાદ એક કરીને ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કુલ- ૧૮ કન્ટેઈનમેન્ટ એરિયા નક્કી કરવામાં આવ્યા છે. આ કન્ટેઈનમેન્ટ એરિયામાં રહેતા લોકોને કોરોના વાયરસથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય તેવા આયુર્વેદ ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યુ છે. ગાંધીનગરના હાર્દસમા સેકટર-૨૨ પંચદેવ મંદિર પાસે આવેલા રંગમંચ ખાતેના રસોડામાં ઉકાળો  બનાવવામાં આવે છે. સવારના ૭ કલાકથી આ ઉકાળા બનાવવાનું શરૂ કરવામાં આવે છે. ઉકાળો બનાવવા માટે મહાનગરપાલિકાના કર્મયોગીઓ અને અન્ય બહેનો રોકવામાં આવી છે, તેમના દ્વારા આ કામ કરવામાં આવે છે. ઉકાળા બની ગયા બાદ તેને ગાળીને પાણીના જગમાં ભરી દેવામાં આવે છે. આ ઉકાળા બનાવવાના સ્થળ પરથી ૪૦ જેટલા જગ પાલિકાના વિવિધ કન્ટેઈનમેન્ટ એરિયામાં મોકલવા માટે ભરવામાં આવ્યા હતા. ગરમ ગરમ ઉકાળા જગમાં ભર્યા બાદ તેને રીક્ષા કે અન્ય વાહનમાં કન્ટેઈનમેન્ટ એરિયામાં લઇ જવામાં આવે છે. એરિયામાં ઉકાળો આવી ગયાની જાહેરાત ગલી ગલીએ જઇ રહીશોને કરવામાં આવે છે. ગણતરીની મિનીટમાં તો વિવિધ ઘરમાંથી એક સભ્ય વાસણ લઇ બહાર આવે છે. સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવાઇ રહે તે રીતે ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. ઘરના સભ્યોની સંખ્યા બોલે એટલે એક વ્યક્તિને આશરે ૩૦ મિ.લી. મુજબ તે વાસણમાં ઉકાળો ભરી આપવામાં આવે છે. 


Download Our B K News Today App



Related News