બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:16:14
  • Views : 228
  • Modified Date : 2022-03-15 12:16:14

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત.

 

બનાસકાંઠા જિલ્લામાં સરહદી વિસ્તારમાં નર્મદાની કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે ત્યારે આજે વધુ એક માઇનોર કેનાલમાં ગાબડું પડયું હોવાનું સામે આવ્યું છે ભાભરના સુથાર નેસડી ગામ પાસેથી પસાર થતી નર્મદાની માઇનોર કેનાલમાં આજે વહેલી સવારે 15 ફૂટનું ગાબડું પડતાં કેનાલમાં ગાબડું પડતાં જ કેનાલ ની બાજૂ ના ખેતરો ના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું અને ખેતરો બેટમાં ફેરવાઇ ગયા હતા કેનાલનું પાણી ખેતરમાં ફરી વળતાં ખેડૂતોનો ઊભો પાક નષ્ટ થવા પામ્યો હતો વારે ઘડીએ કેનાલમાં ગાબડું પડવાના બનાવો સામે આવતા ખેડૂતોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે હલકી ગુણવત્તાના કામને કારણે વારે ઘડીએ કેનાલમાં ગાબડા પડી રહ્યા છે જેથી તાત્કાલિક ધોરણે જે કોન્ટ્રાક્ટરો છે તેના ઉપર કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News