બાપલાનું સરકારી પશુ દવાખાનું શોભાના ગાંઠીયા સમાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-24 11:41:45
  • Views : 438
  • Modified Date : 2019-11-24 11:41:45

ધાનેરા તાલુકાના બાપલા ગામે સરકારી પશુ દવાખાનું બનાવવામાં આવેલ છે. પરંતુ આ દવાખાનું છેલ્લાં કેટલાંય મહિનાઓથી ક્યારેય ખુલવા
પામેલ નથી અને જે ડોક્ટર મુકવામાં આવ્યા છે તે પણ ક્યારેય દેખાતા ન હોવાથી તેમજ સરકારી ગ્રાન્ટો બારોબાર કરતા હોવાની બુમરાડ ઉઠવા પામી છે.
ગુજરાત સરકાર દ્વારા માણસોની સાથે સાથે ગામડાઓમાં પશુપાલકોને
પોતાના પશુઓ માટે સરકારી દવા મળી રહે, તે માટે સરકારી પશુ દવાખાના ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ ધાનેરા તાલુકાના કેટલાંક પશુ દવાખાના માત્રને માત્ર શોભાના ગાંઠીયા સમાન સાબીત થયા છે. વાત કરવામાં આવે તો ધાનેરા તાલુકાના રાજસ્થાન બોર્ડર ઉપર આવેલ બાપલા ગામની તો આ ગામમાં સરકારી પશુ દવાખાનું બનાવવામાં આવેલ છે. પરંતુ આ દવાખાનામાં ક્યારેય ડોક્ટર ન આવતા હોવાથી પશુપાલકોને પોતાના પશુઓની સારવાર અન્ય પ્રાઇવેટ ડોક્ટરો પાસે કરાવવી પડી રહી છે અને સરકારી ડોક્ટર ક્યારેય દેખાતા નથી. તેમજ જે સરકારી દવાઓ કે કોઇ ગ્રાન્ટ આવે તો તે ગ્રાન્ટ બારોબાર કરતા હોવાની પણ ગ્રામજનોમાં બુમરાડ ઉઠવા
પામી છે. આ અંગે પશુપાલક મફાભાઇ ઠાકોરે જણાવેલ કે અમારા ગામમાં વર્ષોથી પશુ દવાખાનુ તો બનાવ્યું છે. પરંતુ આ દવાખાનામાં અમે ક્યારેય ડોક્ટર દેખ્યા નથી અને અમારે અમારા પશુઓની સારવાર પ્રાઇવેટમાં કરાવવી પડી રહી છે. તેમજ કેટલાંક સરકારી ડોક્ટરો પણ પોતાની પ્રાઇવેટ પેક્ટીસ કરીને પશુપાલકોને લૂંટી રહ્યા છે. તો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં આવે અને અમારા ગામના સરકારી પશુ દવાખાનામાં ડોક્ટર મૂકવામાં આવે તેવી અમારી રજૂઆત છે.

Download Our B K News Today App



Related News