દિયોદર કોટડા(દિ) ગામે રૂ. ૪.૫૦ લાખની ચોરીનો આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-11 11:25:28
  • Views : 554
  • Modified Date : 2020-07-11 11:25:28

દિયોદરના કોટડા(દિ) ગામે બુધવારની રાત્રે ખેડૂતના રહેઠાણના મકાનમાં એક ઈસમે અંદર પ્રવેશ કરી ૪.૫૦ લાખ રૂપિયા રોકડ રકમની ચોરી કરી હતી. જે અંગે મકાન માલિકે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ આપી હતી. જે અંગે
પોલીસે ગણતરીના કલાકોમાં શંકાસ્પદ ઇસમને ઝડપી મુદ્દામાલ કબજે લીધો છે.
દિયોદરના કોટડા(દિ) ગામમાં આવેલા ખેડૂતના નળિયાવાળા રહેણાકમાં બુધવારે રૂપિયા ૪.૫૦ લાખની ચોરી થઈ હતી. જે અંગે ખેડૂત વિરભણજી કમાજી ઠાકોરે
પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગામના એક ઈસમે ચોરી કરી હોવાની શંકા વ્યક્ત કરી હતી. તે મુજબ દિયોદર પોલીસે અજાણયા ઈસમ વિરુદ્‌ધ ગુન્હો નોંધીને તપાસ  શરૂ કરી હતી. જેમાં દિયોદર પીએસઆઈ
પી.એલ.આહીરે અલગ-અલગ ટીમો બનાવી અને શંકા વ્યક્ત કરાયેલા યુવાનના સંબંધીઓને ત્યાં તપાસ કરતા કોટડા(દિ) ગામે રહેતો જ્યંતિ કેશા
પરમારની ભીલડી પાસેના ગ્રામીણ વિસ્તારમાંથી અટકાયત કરાઇ હતી. જેની
પોલીસે સઘન પુછપરછ કરતા આખરે ચોરીની કબૂલાત કરી હતી. જેમાં પોલીસે આરોપી
પાસેથી રૂ. ૩,૪૫,૪૦૦ રોકડ તેમજ એક બાઇક અને મોબાઈલ સાથે કુલ કિંમત ૪,૨૨,૬૦૦ નો મુદ્દામાલ કબ્જે લઈ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. જેમાં દિયોદર પોલીસની સતર્કતાએ લાખોની મત્તાનો ચોર ઝડપી પાડ્યો હતો.
પોલીસની સરાહનીય કામગીરીને દિયોદર પંથક અને કોટડા ગામના લોકોએ બિરદાવી હતી. નવા આવેલા
પીએસઆઈ  પી.એલ. આહીરને ચાર્જ લીધાને હજુ ૨૪ કલાકના સમયગાળામાં લાખોની મત્તાની ચોરી એક ઝટકા સમાન હતી. ત્યારે આરોપીને પણ પોલીસની સુઝબૂઝના કારણે ગણતરીના કલાકોમાં દબોચી લીધો હતો.

Download Our B K News Today App



Related News