ડીસાના મોટી ઘરનાળ ગામે ગણપતી દાદાનું વાજતે ગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-20 12:31:11
  • Views : 374
  • Modified Date : 2021-09-20 12:31:11

ગણેશ ચોથના દિવસે ગણપતિ દાદાની ઠેરઠેર જગ્યાએ સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ગણપતિ દાદાને દરરોજ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે તેમજ ઘણી જગ્યાએ પોત પોતાના ઘરમાં દાદાની સ્થાપના કરી દાદાની ભક્તિ કરવામાં આવતી હોય છે તેમજ અમુક ગામડાઓમાં પણ ગામ દીઠ દાદાને સ્થાપના કરે ગણપતિ દાદાને પૂજા અર્ચના કરી વિસર્જન કરવામાં આવતું હોય છે ત્યારે આજરોજ મોટી ઘરનાળ માં બિરાજમાન ગણપતી દાદા ને નવ દિવસ સુધી પૂજા અર્ચના કર્યા બાદ વહેલી સવારે ડીજેના તાલે ગામલોકો ઝુમી ઉઠયા હતા ત્યારબાદ ગણપતિ દાદાનુ વિસર્જન કરવામાં આવ્યું હતું

ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે વાજતે ગાજતે ગણેશ વિસર્જન કરાયું

ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું ભાદરવા મહિનાની શરૂઆત થતાની સાથે હિન્દુ ધર્મના અનેક તહેવારોની શરૂઆત થઈ જતી હોય છે ખાસ કરીને મહિનામાં અનેક વ્રત અને તહેવારો આવતા હોય છે એક મહિના સુધી હિન્દુ ધર્મના લોકો ભક્તિ અને શક્તિ સાથે અનેક તહેવારોની ઉજવણી કરતા હોય છે ત્યારે ભાદરવા મહિનામાં આવતા ગણેશ ચતુર્થીના પર્વની પણ મહિનામાં એક અનોખી ઉજવણી કરતાં હોય છે આમ તો ગણેશ ચતુર્થીએ મહારાષ્ટ્રનો સૌથી પ્રિય તહેવાર છે પરંતુ ધીમે ધીમે હવે ગણેશ ઉત્સવની સમગ્ર ગુજરાત પર માં ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે ત્યારે ડીસા તાલુકામાં પણ વર્ષે ગણેશ ઉત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ દિવસે ને દિવસે ગણેશ ઉત્સવ નું મહત્વ વધી રહ્યું છે ત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન નવ દિવસ સુધી ડીસા તાલુકાના મોટી ઘરનાળ ગામે ભક્તો દ્વારા ગણેશજીની પૂજા-અર્ચના કરવામાં આવી હતી અને આજે ઘરનાળ ગામે ગણેશજીના વિસર્જન પ્રસંગે ગામ લોકો મોટી સંખ્યામાં ડીજે સાથે વરઘોડામાં ઝુમી ઉઠયા હતા. સાથોસાથ ડીસા તાલુકાના ઘરનાળ ગામના લોકો દ્વારા નાની મોટી તમામ ગણેશજીની મૂર્તિનું આજે વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું આજે કરવામાં આવેલા ગણેશજીના વિસર્જન માં તમામ લોકો ગણેશજીની ભક્તિમાં લીન થઈ વરઘોડામાં ઝુમી ઉઠયા હતા

Download Our B K News Today App



Related News