લાત મારીને ગણેશજીને વિસર્જીત થતા જોઈને માટીના શ્રીજી બેસાડે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 14:16:04
  • Views : 506
  • Modified Date : 2019-08-31 14:16:04

ગણેશોત્સવમાં 10 દિવસ સુધી ભકતો ભકિતભાવથી પૂજા અર્ચન કરે છે અને આ જ ગણેશને લાત મારીને વિસર્જિત કરતા જોઈને રાજકોટના આર્ટ ટીચર છેલ્લા 5 વરસથી માટીના ગણેશ બેસાડે છે. એટલુ જ નહિ બીજા લોકો પણ માટીના ગણેશ બેસાડે તે માટે હવે વર્કશોપ કરે છે. લાખો રૂપિયાના ખર્ચે પીઓપીના ગણેશ બેસાડયા બાદ તેને વિસર્જીત કરવાથી પર્યાવરણને પણ નુકસાન જાય છે. જ્યારે માટીના ગણેશ માટે માત્ર 2 કિલો જ માટી જોઈએ છે અને તેનો ખર્ચ રૂપિયા 50 જ આવે છે.

બે કલાકમાં બની જશે ગણેશ
આર્ટ ટીચર તૃપ્તિ ચોહાણ જણાવે છે કે , માટીના ગણેશ બેસાડવાથી બીજો ફાયદો એ થશે કે તે માટી ઝાડના કૂંડા કે પાણીમાં પણ વિસર્જિત થઈ શકે છે અને તે કાયમ માટે આંગણામાં આપડી સાથે જ રહી શકે છે આ રીતે શ્રીજીની કૃપા આખું વરસ આપણી સાથે જ રહે છે. આ ઉપરાંત પર્યાવરણને પણ નુકસાન જતુ નથી. 2 કિલો માટીની મદદથી દોઢ ફૂટની મૂર્તિ બને છે. બે કલાકની અંદર માટીના ગણેશ બની જાય છે.

Download Our B K News Today App



Related News