પાલનપુર ખાતે આવેલ ગૌશાળામાંથી ગાંજા ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-26 11:39:59
  • Views : 449
  • Modified Date : 2019-05-26 11:39:59

 પાલનપુર પાયોનીયર ડેરી પાસે આવેલ એક ગૌ શાળામાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા પોલીસે બાતમીના આધારે રેડ કરી ૬૨ કિલો ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. જેમાં પોલીસે રૂ.૩.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગુનેગારોમાં ફફડાટ પ્રસરી ગયો છે.
પાલનપુર આર.ટી.ઓ. સર્કલથી ધનિયાણા ચોકડી તરફ જવાના માર્ગ ઉપર આવેલી
પાયોનિયર ડેરી પાસે એક મંદિરની ગૌશાળા આવેલી છે. જેમાં ગાંજાના છોડ ઉગાડવામાં આવતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા ઓચિંતી રેડ કરી હતી અને ૬૨ કિલો ગાંજાનો જથ્થો કિંમત રૂ.૩.૭૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. પોલીસે મુદ્દામાલ કબ્જે કરી કોના દ્વારા આ છોડનું વાવેતર કરવામાં આવ્યું હતું. તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News