ડીસાના આસેડામાંથી ૭ લાખથી વધુનો ગાંજા ઝડપાયોખેતરમાંથી એક હજાર ઉપરાંત ગાંજાના છોડ મળી આવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-27 19:33:32
  • Views : 660
  • Modified Date : 2019-06-27 19:33:32

બનાસકાંઠામાં એક ગામમાં ખેડૂતે પોતાના ખેતરમાં ગાંજાનું છોડનું વાવેતર કરતા ઝડપાઈ ગયો હતો. એસઓજીની ટીમે વાવેતર કરનાર ખેડૂત સહિત ૧૦૭૮ ગાંજાના છોડ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. બનાસકાંઠાના ડીસા તાલુકાના આસેડા ગામમાં એક ખેડૂત તેના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી મળતા જિલ્લાની એસ.ઓ.જી.ની ટીમે ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. જેમાં આસેડા ગામ પાસે રહેતા પારજીજી વલાજી ઠાકોરે તેમના ખેતરમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાનું માલૂમ પડયું હતું.  જેથી તેમના ખેતરમાં તપાસ દરમ્યાન ૧૦૭૮ ગાંજાના છોડ મળ્યા હતા. અંદાજે ચાર ફૂટની હાઈટ વાળા ૧૦૭૮ છોડ મળી આવતા પોલીસે ૧૨૦ કિલોના ગાંજાના જથ્થા સાથે કુલ ૭.૬૮ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે વાવેતર કરનાર પારજીજી વલાજી ઠાકોરની પણ પોલીસે અટકાયત કરી ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંજાનું વાવેતર કરવું એ ગુનો છે. છતાંય ઘણા એવા ખેડૂતો પૈસાના લ્હાયમાં ચોરીછુપીથી ગાંજાના છોડ ઉગાડતા હોય છે. એવી ઘણી જગ્યાએ ચોરીછુપીથી ગાંજાના છોડ ઉગાડી તેની ખેતી કરી લાખો રૂપિયા કમાતા હોય છે. ભાગ્યે જ કોઈ પકડાઈ જાય છે. પોલીસે સર્તક થઈ આવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી કડક સજા કરવી જાઈએ. 


Download Our B K News Today App



Related News