ડીસામાં ગંગા બચાવો ભાગરૂપે સમર્થકો એકદિવસીય ઉપવાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-13 07:37:27
  • Views : 448
  • Modified Date : 2019-04-13 07:37:27

સ્વામી આત્મબોધાનંદજી દ્વારા ગંગાને સ્વચ્છ બનાવવા માટે છેલ્લાં ૧૬૨ દિવસથી હરિદ્વાર સ્થિત ઋષિકેશ ખાતે ઉપવાસ કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ડીસામાં પણ તેમના સમર્થકો દ્વારા ગંગાને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે એકદિવસીય ઉપવાસ પર ઉતર્યા હતા. ડીસામાં કાર્યરત હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા ગંગા સફાઈ માટે ઉપવાસ પર ઉતરેલા સ્વામી આત્મબોધાનંદજીના સમર્થનમાં એક દિવસીય ઉપવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ડીસા શહેરના સાંઈબાબા મંદિર ખાતે ઉપવાસ પર ઉતરેલા હિન્દુ હિત રક્ષક સેવા દ્વારા માંગ કરવામાં આવી છે કે સરકાર દ્વારા હિન્દુઓની માતા સમાન ગંગા નદીને સ્વચ્છ બનાવવામાં આવે. હિન્દુ સંસ્કૃતિમાં ગાય, ગંગા અને ગીતાને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે ત્યારે ગંગાને લઈ આજે ૨૦થી વધુ હિન્દુ હિત રક્ષા સમિતિના કાર્યકર્તાઓ એકદિવસીય ઉપવાસ પર ઉતરી આવ્યા છે. ગંગા નદીને સ્વચ્છ, નિર્મળ અને અવિરલ બનાવવાની માંગ કરી છે.હિન્દુ હિત રક્ષા સમિતિ દ્વારા સ્વામી આત્મબોધાનંદના સમર્થનમાં એકદિવસીય ઉપવાસ પર ઉતરી ગંગાને સ્વચ્છ કરવામાં છેડાયેલા અભિયાનમાં જોડાવવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા હવે આગામી સમયમાં ગંગાની સફાઈ માટે કેવા પગલાં લેવામાં આવશે...?


Download Our B K News Today App



Related News