પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં ગટર ઉભરાતાં રહિશો ત્રાહિમામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 12:30:16
  • Views : 469
  • Modified Date : 2019-06-01 12:30:16

પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં છેલ્લાં કેટલાંક સમયથી ગટર ઉભરાઇ રહી છે. જેના ગંદા પાણી જાહેર માર્ગ ઉપર ભરાઇ રહેતા હોઇ રહિશો તેમજ માર્ગે પસાર થતાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વળી ગંદા પાણીના ભરાવાથી રોગચાળાની ભિતી પણ સેવાઇ રહી છે. ત્યારે નગરપાલિકા દ્વારા સત્વરે ગટરનું સમારકામ કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં અવારનવાર ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા હોવાની વ્યાપક રાવ છે. તેમાં છેલ્લાં ઘણા સમયથી જાહેર માર્ગો પર ગટરના ગંદા પાણી ઉભરાતા હોવાથી રહીશો મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે. આ બાબતે રજુઆતો પણ કરવામાં આવેલી છે પરંતુ રજુઆતોને સાંભળવામાં આવેલ ન હોય હાલમાં પણ સ્થિતિ જૈસે થે છે. આ બાબતની ગંભીર નોંધ લઇ નગરપાલિકાના સત્તાધીશો શહેરના ગણેશપુરા વિસ્તારમાં અવારનવાર સર્જાતી ગટરના ગંદા પાણીની સમસ્યાને દૂર કરે તેવી જનમાંગ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરના હાર્દ સમા દિલ્હીગેટ વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગંદકીના ઢગલા જાહેરમાર્ગો પર જ ખડકી દેવામાં આવે છે અને સફાઇ કર્મીઓ ઘણીવાર આ ગંદકી નથી ઉપાડતા પણ ન હોય આસપાસમાં દુકાનો ધરાવતા વેપારીઓ ગંદકીથી ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. બીજી તરફ શહેરમાં કેટલાંક વિસ્તારોમાં ખુલ્લી ગટરોને કારણે રસ્તા પરથી પસાર થતા વખતે પણ તીવ્ર વાસ આવતી હોવાથી ભારે મુશ્કેલી ભોગવવી પડતી હોય છે. તે ઉપરાંત અનેક વિસ્તારોમાં ગટરો તૂટી જવાથી ગટરના ગંદા પાણી પણ જાહેર માર્ગ પર રેલાતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે.


Download Our B K News Today App



Related News