બનાસકાંઠા જિલ્લાના બાલારામ નદી ખાતે ગણેશ વિસર્જન કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 11:21:34
  • Views : 276
  • Modified Date : 2022-09-05 11:21:34



બનાસકાંઠા જિલ્લાના પર્વતીય વિસ્તારમાં આવેલ બાલારામ મંદિર ખાતે આવેલ નદીમાં આજે મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યા હતા આ વર્ષે નદીમાં પાણી વહેતું હોવાના કારણે બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગણેશજીના ભક્તો દ્વારા ગણેશ વિસર્જન કરાયું હતું


હિન્દુ ધર્મમાં દેવી દેવતાઓનું એક આગવું મહત્વ રહેલું છે ખાસ કરીને હિન્દુ ધર્મના લોકો અનેક તહેવારોની રંગેચગે અંગે ઉજવણી કરે છે ત્યારે હાલમાં ભાદરવા મહિનાની શરૂઆત થતા ની સાથે જ ગણેશ ચતુર્થી ના તહેવારો શરૂ થઈ જતા હોય છે આમ તો ગણેશ ચતુર્થી નો તહેવાર મહારાષ્ટ્રનો સૌથી લોકપ્રિય તહેવાર છે પરંતુ હવે ધીમે ધીમે ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવનું મહત્વ વધી રહ્યું છે અને ગુજરાતમાં પણ લોકો ગણેશ ચતુર્થીની ધામધૂમપૂર્વક ઉજવણી કરે છે ત્યારે આ વર્ષે પણ ડીસા અને આજુબાજુના અનેક તાલુકાઓમાં ગણેશ ઉત્સવનું પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે મોટી સંખ્યામાં લોકો ગણેશ વિસર્જન કરવા માટે બનાસકાંઠા જિલ્લાના બાલારામ ખાતે આવેલ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા જ્યાં બાલારામ નદીમાં ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. આજે રવિવારનો દિવસ હોવાના કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં ગણેશજીના ભક્તો હાથ મૂર્તિ લઈને બાલારામ નદીમાં ભગવાન ગણેશજીની મૂર્તિ નું વિસર્જન કર્યું હતું. આજે બાલારામ ખાતે લોકો મોટી સંખ્યામાં ગણેશ વિસર્જન કરવા જતા સમગ્ર વાતાવરણ ગણેશજીની ભક્તિમાં રંગાયું હતું


Download Our B K News Today App



Related News