થરાદના ગણપતિ મંદિર ખાતે ગણેશ યુવક મંડળ તેમજ સોસાયટીના રહીશો દ્વારા ગણેશ ચતુર્થીની ધામધૂમથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-01 11:52:25
  • Views : 223
  • Modified Date : 2022-09-01 11:52:25


થરાદના ગણપતિ મંદિર ખાતે ગણેશ યુવક મંડળ તેમજ સોસાયટીના રહીશો દ્વારા ગણેશ ચતુર્થીની ધામધૂમથી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી ઉત્સવ યોજવામાં આવી રહ્યો છે

ગણેશ ચતુર્થી નિમિતે  વિઘ્ન હર્તા ગણપતિ બાપાની ઠેરઠેર સ્થાપના કરવામાં આવી રહી છે ત્યારે થરાદ ખાતે ગણપતિ મંદિર સહિત શહેરની સોસાયટીઓમાં લોકો ઉત્સવ મનાવી રહ્યા છે જેમાં બસ સ્ટેન્ડ પાસે ના શોપીંગ માં થી  ગણપતિ બાપની ભવ્ય આબેહૂબ મૂર્તિ ને લઈ મહિલાઓ સહિત ભક્તો ડી.જે ના સંગીત સાથે ગુલાલ ની છોળો ઉડાડી રમતાં રમતાં ગણપતિ મંદિરે સુધી આનંદ માણી મંદિર ના પ્રાંગણ માં મહિલાઓ તેમજ યુવકો ગણપતિ દાદા ના ગરબા રમ્યા ત્યારબાદ દાદા ની મૂર્તિ ની વિધિ પૂર્વક પૂજા કરી ગણપતિ મંડળ તેમજ સોસાયટી અને ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં આરતી ઉતારી સ્થાપના કરવામાં આવી છે ત્યારે ગણપતિ બાપા મોરિયા ના નાદથી શહેર ગુંજી ઉઠ્યું હતું

તમામ આયોજન ગણપતિ યુવક મંડળ ના

અતુલ ભાઈ ત્રિવેદી,જીજ્ઞેશભાઈ ભાટી

 નરેશ ભાઈ ખત્રી,રામ ભાઈ મહેશ્વરી

 મહેશ ભાઈ માળી ,પીયૂષ પુરોહિત

 રવિ ત્રિવેદી,મુકેશ ભાઈ સોની

 વિહાન રાજપૂત,કાંતિલાલ પરમાર

 રમણીકલાલ પરમાર,હીરાલાલ માળી કર્યું હતું...

Download Our B K News Today App



Related News