અમદાવાદ સહિત ગુજરાતમાં શ્રદ્ધાની વચ્ચે ગણેશ વિસર્જન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-13 11:37:17
  • Views : 440
  • Modified Date : 2019-09-13 11:37:17

 દસ દિવસના ગણેશ મહોત્સવ બાદ આજે ભારે ભકિતભાવ અને હર્ષોલ્લાસ વચ્ચે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં ગણેશભકતો દ્વારા ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરની સાબરમતી નદી, રિવરફ્રન્ટ સહિતના વિવિધ સ્થળોએ ગણેશ વિસર્જનને લઇ ગણેશભકતો સહિતના શ્રધ્ધાળુઓની ભારે ભીડ અને જનમેદનીના દ્રશ્યો સામાન્ય બન્યા હતા. ઢોલ-નગારા,
 ત્રાંસા અને અબીલ-ગુલાલની છોળો વચ્ચે દાદાની વિસર્જન યાત્રા કાઢવામાં આવી રહી છે.  અને ભારે ભકિતભાવ સાથે ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયાના નારાઓ વચ્ચે દાદાની મૂર્તિઓનું વિધિવત્‌ વિસર્જન કરવામાં આવ્વી રહ્યુ છે.  અમદાવાદ ઉપરાંત, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના શહેરોમાં પણ ભારે હર્ષોલ્લાસ અને ભકિતભાવ સાથે દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવી રહ્યુ છે. મોડી રાત સુધી નદી-તળાવોના કિનારે દાદાની મૂર્તિઓના વિસર્જનની પ્રક્રિયા ચાલી હતી. દસ દિવસ સુધી પોતપોતાના વિસ્તારમાં વિશાળ પંડાલ-શામિયાણા અને મંડપોમાં પૂજા-વિધી, આરતી અને ભકિત-વંદના કર્યા બાદ આજે વહેલી સવારથી જ ગણેશભકતો પોતપોતાના વિસ્તારની અને ઘરોમાં સ્થાપિત દાદાની અનેકવિધ સ્વરૂપોવાળી અને આકર્ષક મૂર્તિઓ લઇ સરઘસાકારે ઢોલ,નગારા, ત્રાંસા અને અબીલ ગુલાલની છોળો વચ્ચે વિસર્જન માટે નીકળ્યા હતા. નાની-મોટી ટ્રકો સહિતના વાહનોમાં લાખો શ્રધ્ધાળુઓ અને ગણેશભકતો “ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા”ના નારાઓ ઉચ્ચારતા ઉચ્ચારતાં વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા. જયાં દાદાની આરતી ઉતારી વિધિવત્‌ પૂજા કરી ત્યારબાદ તેમની મૂર્તિઓ પાણીમાં વિસર્જિત કરી હતી. વિસર્જન સ્થળોએ ફાયરબ્રિગડ સહિતના તૈરાક  સ્ટાફ અને પોલીસની ચુસ્ત
સુરક્ષા વ્યવસ્થા તૈનાત રખાઇ હતી. ગણેશભકતો તેમના પરિવાર સાથે, મિત્રવર્તુળ અને સગાવ્હાલા સાથે તેમ જ વિવિધ યુવકમંડળોના રૂપે વિસર્જન સ્થળોએ પહોંચ્યા હતા અને  ભારે ધામધૂમપૂર્વક અને ઉત્સાહના માહોલ વચ્ચે દાદાની મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતના રાજયભરના વિસર્જન સ્થળોએ ગણેશભકતોએ દાદાને ગણપતિ બાપ્પા મૌરયા, પુઢચ્યા વરસી લૌકરિયા એટલે કે, દાદા આવતા વર્ષે વહેલા પધારજા એમ કહી દાદાની મૂર્તિઓનું
વિસર્જન કર્યું હતુ ત્યારે એક તબકકે શ્રધ્ધાળુ ગણેશભકતોની આંખો ભીની થઇ ગઇ હતી ત્યારે
વિસર્જન સ્થળોએ લાગણીસભર દ્રશ્યો પણ જાવા મળી રહી છે.  ગણેશ વિસર્જનને લઇ અમદાવાદ સહિત રાજયભરમાં ગણેશ
ભકિતનો માહોલ છવાયો છે.

Download Our B K News Today App



Related News