ડીસાના લાલ ચાલી વિસ્તાર ખાતે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-05 11:34:42
  • Views : 289
  • Modified Date : 2022-09-05 11:34:42

 

સમગ્ર ડીસામાં આ વર્ષે મોટા પ્રમાણમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડીસાના લાલ ચાલી વિસ્તાર ખાતે પણ આ વર્ષે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ગણેશ ઉત્સવ એ આમ તો મહારાષ્ટ્રનો સૌથી પ્રિય ઉત્સવ માનવામાં આવે છે મહારાષ્ટ્રમાં ગણેશ ઉત્સવ ધામધૂમપૂર્વક ઉજવાય છે. મહારાષ્ટ્ર થી ધંધા અર્થે સ્થાયી થયેલા ગુજરાતમાં પણ શરૂઆતમાં ક્યાંક ને ક્યાંક ગણેશ ઉત્સવ ઉજવાતા હતા પરંતુ ધીમે ધીમે હવે મહારાષ્ટ્રની જેમ જ ગુજરાતમાં પણ ગણેશ ઉત્સવની ઉજવણી જોવા મળી રહી છે આ વર્ષે મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતભરમાં ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડીસામાં પણ આ વર્ષે વિવિધ સોસાયટીઓમાં ગણેશ ઉત્સવ ઉજવાઈ રહ્યા છે જે અંતર્ગત ડીસાના લાલ ચાલી વિસ્તાર ખાતે પણ દર વર્ષની જેમ આ વર્ષે રામદેવપીર મિત્ર મંડળ દ્વારા ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે સાત દિવસ સુધી ઉજવાતા આ ગણશોમાં લાલ ચાલી ખાતે રોજેરોજ આરતી તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવે છે સાથોસાથ મોડી રાત સુધી ગણેશજીના ભક્તો દ્વારા ગરબામાં રમઝટ પણ બોલાવવામાં આવે છે

Download Our B K News Today App



Related News