પાલનપુર હનુમાન ટેકરી સ્થિત લડબીનાળાની ગંદકીથી રહીશો પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-09 11:36:08
  • Views : 305
  • Modified Date : 2020-12-09 11:36:08

એક તરફ આખા વિશ્વમાં કોરોનાને કારણે સરકારો અને વહીવટી તંત્ર નાની નાની બાબતો અંગે ગંભીરતા રાખી રહી છે. સ્વચ્છતા અને આરોગ્ય સાથે લોક જાગૃતિ અંગે અનેક
પગલાં લેવામાં આવી રહ્યાં છે. આવા સંજાેગોમાં જિલ્લા મથક પાલનપુર ખાતે ઝડપી વિકસિત એવા એગોલા રોડ ઉપરનું નાળુ આસપાસના રહીશો માટે સમસ્યા બનતું જાય છે.
અમારા પ્રતિનિધિએ કરેલ રૂબરૂ મુલાકાત સમયે જાેવા મળ્યા મુજબ આસપાસની
પચાસ કરતાં વધારે સોસાયટીના હજારો મકાનના અનેક રહીશો આ ગંદકીનો ભોગ બની રહ્યા છે. આમ જાેવા જઈએ તો કોરોના શરૂ થયો ત્યારથી જિલ્લાના પ્રથમ કેસો પૈકી આ વિસ્તારમાંથી કોરોના પોઝિટિવ કેસ આવવા શરૂ થયા હતા. આસપાસના હજારો મકાનોની જાણે આ જાહેર ગટરની સાર સાંભળને અભાવે અહીં સવાર અને સાંજના સમયે મચ્છરો અને દુર્ગંધનું પ્રમાણ વધી જાય છે. લાખો કરોડો રૂપિયાના મકાનો આ ગતરને કારણે નજીવી કિંમતમાં વેચવાનો સમય આવ્યો છે. નગરપાલિકા દ્વારા સફાઈ જુમ્બેશ ચાલે છે. પ્રી મોનસૂન પ્લાન પછી પણ આ ગટર સાફ થઈ નથી.
આસપાસના વિસ્તારોમાં સૌથી વધારે મચ્છર ધરાવતા શહેરના આ વિસ્તાર માટે દુઃખદ બાબત એ છે કે આ વિસ્તારના એક કરતાં વધારે સુધારાઈ સદસ્યો દિવસમાં અનેક વખત અહીંથી પસાર થાય છે ત્યારે તેમણે આ બાબતે સત્વરે પગલાં ભરી આ વિસ્તારના લોકોને સ્વચ્છ વાતાવરણ પૂરું પાડવું જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. જ્યારે નગર પાલિકાની મુદત
પૂરી થઈ છે ત્યારે લાગતા વળગતા અધિકારીઓ આ બાબતે યોગ્ય પગલાં ભરી લોકોને ભાવી રોગચાળાથી બચાવે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. આ ગટર પાંચ વર્ષમાં કેટલી વખત સાફ થઈ એના આધારે મતદાન થાય તો બધા નગર સેવક નવા ચૂંટાશે.

Download Our B K News Today App



Related News