અંબાજીમાં સફાઈ અને ગંદકીથી જનતા હેરાન પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-28 11:16:53
  • Views : 448
  • Modified Date : 2019-07-28 11:16:53

શક્તિ, ભક્તિ અને
આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત ધામ અંબાજી. આરાસુરના પહાડોમાં અરવલ્લીના ગીરીમાળાઓમાં વસેલું છે. આ ધામને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયા આપવામાં આવે છે. અને આ ધામમાં ગુજરાતનો સૌથી મોટો મહામેળો એટલે કે ભાદરવી મહાકુંભ  આવનારા દિવસોમાં યોજાનાર છે.  ત્યારે આ ધામમાં પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું છે. અંબાજીના વિવિધ વિસ્તારોમાં વસતા લોકો ગુજરાતના સૌથી મોટા ધામમા રહેતા હોવા છતાં આ લોકો લાઈટ, રસ્તા અને પાણીની પ્રાથમિક સમસ્યાઓથી ભારે હેરાન થઇ ગયા છે. દેશમાં મોદી સરકાર અને ગુજરાતમાં ૨૨ વર્ષ કરતા વધારે સમયથી ભાજપ સરકાર હોવા છતા આ ધામની સમસ્યાઓ હજી કોઈ સરકારે પુરી કરી નથી અને લોકો ભારે હેરાન પરેશાન થઇ રહ્યા છે. અંબાજીનો સૌથી મોટો વિસ્તાર ૮ નંબરના પ્રવેશથી લઇ છેક પાછળ સુધીના ભાગ
પર રહેતા લોકો યુપીના કે બિહારના ગામમાં રહેતા હોય તેવો માહોલ અહીં હાલ જોઈ શકાય છે.
અંબાજીના આઠ નંબરથી જવાના માર્ગ ઉપર રસ્તાનો સૌથી મોટો પ્રશ્ન ઘણા લાંબા સમય બાદ પૂર્ણ થયો હતો. પણ હાલ આ નવા બનેલા રોડની હાલત ખરાબ થઇ ગઈ છે અને આગળ જતા અંબાજી મંદિરના પ્લોટ પાસે બારેમાસ કચરો અને ગંદકીથી ખદબદતા જોવા મળી રહી છે.  આ વિસ્તારના લોકો પંચાયતમાં ટેક્સ પણ ભરતા હોવા છતાં આ વિસ્તારની ગંદકી સાફ થતી નથી.  આ વિસ્તારના લોકોનો આરોપ છે કે લોકો સોશીયલ મીડિયામાં હીરો બનવા કોમેન્ટો કરે છે.
 પણ અમારા વિસ્તારની સાફ સફાઈ થાય તે માટે પ્રયાસ કરતા નથી. આવી ગંદકીથી અમારા બાળકો અને અમારા પરિવારના સભ્યો બીમાર પડે છે. હોસ્પિટલમાં જઈ અવારનવાર હેરાન થવું પડે છે. પણ અંબાજી ગ્રામ પંચાયતના સત્તાધીશો આ બાબતે કાયમી નિકાલ લાવતા નથી. ચૂંટણી વખતે મીઠી મીઠી ભાષા બોલી વોટ માંગવા આવતા નેતાઓ ચૂંટણી બાદ ગાયબ થઇ જાય છે અને આજ કારણે અંબાજીની ભોળી પ્રજાને હેરાન થવાનો વારો ૫ વર્ષ સુધી રહે છે.

Download Our B K News Today App



Related News