ડીસામાં રાજીવ ગાંધી કોમ્પલેક્ષ સામે ગંદકીના ઢગલાથી રાહદારીઓ પરેશાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-21 11:58:19
  • Views : 447
  • Modified Date : 2020-07-21 11:58:19

ડીસા નગરપાલિકા સફાઈના મુદ્દે સાવ બેદરકાર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. અહીંના જુના બસ સ્ટેશનથી કુવારા વચ્ચે ગંદકીનો ઢગલો જોવા મળે છે. જેના કારણે 
આજુબાજુના વેપારીઓને દુકાનમાં બેસવુ  ભારે થઈ પડયું છે.
હાલમાં કોરોનાવાયરસની  મહામારીને લઈ  દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસા શહેરમાં સફાઈ રાખવી જરૂરી હોવા છતાં
પાલિકા તંત્ર સફાઈને લઈને બેદરકાર બની રહ્યું છે. શહેરના મુખ્ય માર્ગો જ ઉકરડામાં ફેરવાઈ રહ્યા છે.  છતા તંત્રને તેની કોઈ પડી નથી. તેનો તાજો દાખલો ફુવારા પાસે આવેલા રાજીવ ગાંધી કોમ્પલેક્ષની સામે ગંદકીનો ઢગલો જોવા મળે છે. જ્યાં પશુઓ પોતાના ખોરાકની પણ શોધ કરી રહ્યા છે. અને મોઢામાં પ્લાસ્ટિક જતાં એના માટે ઘાતક નિવડી શકે તેટલી હદે જોવા મળે છે. વળી ચોમાસાથી ઉકરડામાં દુર્ગંધ ફેલાઈ જતા આજુબાજુના વિસ્તારમાં આવેલી પોતાની દુકાનમાં જ વેપારીઓને બેસવું    મુશ્કેલ થઈ પડ્યું છે. ગંદગી પ્રત્યે દુર્લક્ષ સેવતું પાલિકાતંત્ર વહેલી તકે આ કચરો સાફ કરાવી ત્યાં જંતુનાશક દવાનો છંટકાવ કરે તેવી સ્થાનિક લોકોની માગણી છે.

Download Our B K News Today App



Related News