ચાંગા ગામમાં રસ્તા પર ગટરના પાણી અને ગંદકીના ઢગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-29 12:26:58
  • Views : 615
  • Modified Date : 2020-04-29 12:26:58

પાલનપુર તાલુકામાં આવેલ ચાંગા ગામના જાહેર રસ્તાઓ
પર ગટરના વહેતા પાણીના અને કચરાના ઢગલાઓના કારણે મોટા પ્રમાણમાં લોકોના સ્વાસ્થ્યને નુકસાન થાય તેવું નજરે જોવા મળી રહ્યુ છે.
બનાસકાંઠા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીની ટીમ દ્વારા ચાંગા ગામમાં આવેલ
પીએચસી  સેન્ટરની મુલાકાત કરતા તેમના દ્વારા આરોગ્ય વિભાગના અધિકારીઓને તાત્કાલિક ધોરણે ગટરના વહેતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવા કડક સુચનો
આપવામાં આવ્યા હતા. આ ગ્રામ પંચાયતને વારંવાર રજૂઆત કરવા છતાં પણ તેમનો યોગ્ય નિકાલ લાવવામાં આવતો નથી. ત્યારે ચાંગા પે. સેન્ટર દ્વારા મુસ્લિમ વિસ્તારના
પાછળના ભાગમાં જાહેર રસ્તા પર ગટરના પાણી અને કચરો મોટા પ્રમાણમાં રસ્તા પર નાખવામાં આવી રહ્યો છે અને જાહેર રસ્તા ઉપર ગંદકી જોવા મળી રહી છે. ત્યારે આરોગ્ય તંત્રએ વિઝીટ કરી તેમને કડક શબ્દોમાં જણાવ્યું છે કે આ
રીપેરીંગ કામ જલ્દી કરવામાં આવે છે, જેથી લોકોના
સ્વાસ્થ્યને નુકસાન ન થાય.

Download Our B K News Today App



Related News