પાલનપુર તાલુકાના કુંભલમેર ગામ ગંદકીમાં ગરકાવ થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-01 11:49:19
  • Views : 487
  • Modified Date : 2021-04-01 11:49:19

પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે છેલ્લા ઘણા સમયથી દલિત સમાજના મહોલ્લા આગળ ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકોનું આરોગ્ય જાેખમમાં મુકાયુ છે.
છેલ્લા છ એક મહિનાથી ગામમાં આવેલ મહાકાળી ચોકથી ભાટિયાવાસ સુધી રહેણાંક અને જાહેર માર્ગ ઉપર ગટરનું પાણી ભરાતા સ્થાનિકોને રસ્તામાં ચાલવું મુશ્કેલ બની ગયું છે. તો દલિત સમાજના લોકોના ઘર આગળ પાણી ભરાતા ગંદકીનું સામ્રાજય સર્જાયુ છે જેને લઈ સ્થાનિકોને રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.
હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે રહેણાક વિસ્તારમાં ગટર ઉભરાતા ગંદકીનું સામ્રાજ્યને લઇ સ્થાનિક લોકોનું આરોગ્ય જાેખમાયું છે. કોરોના મહામારીમાં સ્થાનિકોના આરોગ્ય પર મોટો ખતરો તોળાઇ રહ્યો છે ત્યારે આ બાબતે તાત્કાલિક લાગતા વળગતા અધિકારીઓ યોગ્ય
પગલાં ભરી આ ગટરનું
રીપેરીંગ કામ કરાવે તો સ્થાનિકોના આરોગ્યને નુકસાન થતું અટકાવી શકાય તેમ છે. પાલનપુર તાલુકા વિકાસ અધિકારી આ બાબતે યોગ્ય પગલાં ભરી ગ્રામ
પંચાયતના સત્તાધીશોને ગટર  રીપેરીંગ કરવા અને સ્વચ્છતા જાળવવા આદેશ કરે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે.

Download Our B K News Today App



Related News