ડીસાના માળીવાસ વિસ્તાર ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-21 11:38:52
  • Views : 393
  • Modified Date : 2019-09-21 11:38:52

ડીસા નગરપાલિકાની ભયંકર ઉપેક્ષાનો ભોગ અત્યારે શહેરના ભોપાનગર ખાતે આવેલો માળીવાસ વિસ્તાર બની રહ્યો છે. પાલિકાની આ ભયંકર ઉપેક્ષાથી આ વિસ્તાર
 પર ખતરનાક બીમારીઓનો ખતરો ઉભો થયો છે. ત્યારે સ્થાનિકો પાલિકાની કામગીરી સામે રોષ વ્યકત કરી રહ્યા છે.
ડીસા નગરપાલિકાની હદમાં આવેલો ભોપાનગરનો માળીવાસ વિસ્તારના લોકો
પાસેથી પાલિકા સમયસર વેરાઓની વસુલાત કરે છે.
પરંતુ સુવિધા આપવાની વાત આવે ત્યારે પાલિકા દ્વારા આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે. આ વિસ્તારમાં અત્યારે સફાઈનો અભાવ લોકો માટે મોટી મુસીબત સાબિત થઈ રહ્યો છે. આ વિસ્તારમાં સફાઈના અભાવને લીધે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. મચ્છરોના કારણે આ વિસ્તારમાં અત્યારે બીમારીઓનું પ્રમાણ પણ વધી ગયું છે. આ બાબતે સ્થાનિકો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેકવાર રજુઆત કરવામાં આવી હીવ છતાં પાલિકા દ્વારા આ વિસ્તારની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. પાલિકાની આ ઉપેક્ષાથી રોષે ભરાયેલા લોકો ડીસા નગરપાલિકામાં રજુઆત કરવા પહોંચી ગયા હતા.
ડીસામાં વિધાનસભા બેઠક અને નગરપાલિકા બંને પર જનતાએ ભાજપને જીત અપાવી છે. ત્યારે જનતાને પડી રહેલી આ મુશ્કેલી દૂર કરવા માટે પદાધિકારીઓએ પણ પોતાની જવાબદારી નિભાવવી જોઈએ.

Download Our B K News Today App



Related News