ડીસા શહેરના વોર્ડ નંબર ૧૦ ગંદકીમાં ગરકાવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-19 12:47:07
  • Views : 425
  • Modified Date : 2019-11-19 12:47:07

બનાસકાંઠા જિલ્લાના
વેપારીમથક શહેરમાં ડીસા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાન માત્ર નામ પૂરતું જ હોય તે આજે સત્ય સાબિત થઇ રહ્યું છે. ત્યારે વાત કરીએ તો ડીસા શહેરના રેલ્વે સ્ટેશન વિસ્તાર પાસે આવેલ પૂરગ્રસ્ત કોલોનીમાં અને વોર્ડ નંબર ૧૦ છેલ્લાં કેટલાંક સમયથી ગરીબ અને મધ્યમ લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી ત્યાં ઠેર-ઠેર ગંદકીના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ત્યારે  નગરપાલિકામાં ત્યાંના સ્થાનિક લોકોએ અવાર નવાર લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ આજદિન સુધી તંત્ર દ્વારા કોઇ જ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.  ત્યાના સ્થાનિક ચૂંટાયેલા કોર્પોરેટરો પણ ચૂંટણી સમયે માત્ર ત્યાની અભણ પ્રજાને ખોટા આશ્વાસન આપી વોટ લીધા હોય તેવું ત્યાના સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું હતું. અત્યારે ડેન્ગ્યુ,  મલેરિયા જેવા અનેક જીવલેણ રોગો ચાલી રહ્યા છે. ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તો જવાબદાર કોણ ? ત્યારે  ત્યાના સ્થાનિક લોકોએ મીડિયા સમક્ષ કોર્પોરેટરોના વિરુદ્ધમાં નિવેદન સાથે હૈયા વરાળ નીકળી હતી.

Download Our B K News Today App



Related News