ડીસાના વાડી રોડ પર ગંદકીનું સામ્રાજ્ય છવાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-09 13:41:12
  • Views : 437
  • Modified Date : 2019-06-09 13:41:12

ડીસાના વાડીરોડ માર્ગે ગંદકીનું સામ્રાજ્ય છવાતા સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. જેના કારણે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત વર્તાઈ રહી છે.ડીસામાં પાલિકા દ્વારા પ્રિ મોનસૂન  પ્લાનિંગ અધ્ધરતાલ જણાઈ રહ્યો છે. એક તરફ કેરળમાં ચોમાસાએ દસ્તક આપી દીધી છે બીજી તરફ ગુજરાતમાં ૧૫ દિવસમાં ગમે ત્યારે ચોમાસશું બેસે તેવી સંભાવના સેવાઈ રહી છે. પરંતુ ડીસામાં ચાલુ વર્ષે નગરપાલિકાએ પ્રિ મોનસૂન પ્લાનિંગની કામગીરી સામે આંખ આડા કાન કરી દીધા. અનેક જગ્યાએ ગટરોની સફાઈ નથી કરાઈ તો ક્યાક રોડની કામગીરી પણ નથી કરવામાં આવી. ડીસાના વાડીરોડ મારવાડી મોચીવાસ વિસ્તારમાં જાણે ગંદકીનું સામ્રાજય વર્તાઈ રહ્યું છે. આ વિસ્તારમાં ઘરોના પાણી સીધા રોડ પર ઉભરાઈ રહયા છે. કારણકે આ વિસ્તારમાં ગટરોની અપૂરતી વ્યવસ્થા છે. જેના કારણે આ માર્ગે ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે તેવી સંભાવના સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આ મામલે ગંભીરતા દાખવી પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠવા પામી છે. 


Download Our B K News Today App



Related News