ડીસા અને રાજપુર વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-05 11:31:17
  • Views : 419
  • Modified Date : 2019-07-05 11:31:17

બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ભાજપ શાસિત
નગરપાલિકા વિકાસના કામો માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. પણ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈજ વિકાસના કામો કર્યા નથી જેથી લોકો નગરપાલિકા સામે વિરોધ  નોંધાવ્યો હતો.
ડીસા નગરપાલિક ભાજપ શાસિત નગરપાલિકા છે. નગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચ રોડ ગટર જેવા વિકાસના કર્યો કર્યા છે. પણ અમુક એવા વિસ્તાર છે કે જ્યાં નગરપાલિકા દ્વારા કોઈ વિકાસના કાર્યો કર્યા નથી. ડીસા આદર્શ હાઇસ્કૂલની પાછળ આવેલ  વિસ્તાર જે નીચાણવાળો વિસ્તાર છે. જ્યાં  ૨૦ વર્ષથી કોઈ વિકાસના કાર્યો થયા નથી. જ્યારે પણ ચોમાસું આવે અને સામાન્ય  વરસાદ આવે ત્યારે આ વિસ્તારના રોડ પર પાણી ભરાય છે. સાથે ઘરમાં પણ પાણી ભરાય છે.  આ રસ્તા પર ૫૦૦ થી પણ વધારે બાળકો શાળાએ જાય છે. જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે આ રસ્તેથી બાળકો જઈ શકતા નથી. અને સ્થાનિકો દ્વારા વારે ઘડીએ નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવા આવતા નથી અને  લોકોને ભારે હાલાકીનો સામનો કરવામાં પડે છે.
આ ઉપરાંત રાજપુર લોધા વાસના સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્ય વાહી કરવામાં આવતી નથી. લોધાવાસમાં વિકાસના નામે કોઈ પણ કાર્ય કરવાં આવ્યા નથી. આજે પણ લોધાવાસમાં જેવી વર્ષો પહેલા સ્થિતિ હતી તેવી જ છે. જ્યાં ગટરોના ગંદા પાણી ખુલ્લે આમ છે. રસ્તા પણ વર્ષો પહેલા જે સ્થિતિમાં હતા તેવા જ કાચા છે. તેમજ ગંદકીના કારણે આગળ પણ બે માસુમ બાળકોને ડેન્ગ્યુના કારણે ભોગ પણ લેવાયો હતો. ચોમાસુ શરૂ થયું છે જેના કારણે ગંદા પાણીનો ભરવો થાય છે તેના કારણે બીમારી ફેલાવાનો પૂરો ભય છે  ત્યારે હાલમાં લોધાવાસના લોકો એક જ માંગ કરી રહ્યા છે કે આ તમામ સમસ્યાને દૂર કરવાં આવે.


Download Our B K News Today App



Related News