પાટણમાં અસહ્ય ગંદકીથી ખદબદતી પાણી વગરની કેનાલો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-19 11:25:43
  • Views : 458
  • Modified Date : 2019-05-19 11:25:43

પાટણ શહેર સહિત સમગ્ર પંથકમાં કાળઝાળ ઉનાળાની ગરમીને લઇ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે. તો પાટણ જિલ્લામાં ઉનાળાની બળબળતી ગરમીમાં પાણીની વિકટ સમસ્યા પણ ઊભી થવા પામી છે. ત્યારે પાટણ શહેરના ટેલિફોન એક્સચેન્જ પાસેની તેમજ હાઇવે સ્થિત હાંશાપુર જવાના માર્ગ પર આવેલી કેનાલો અને સિધ્ધપુરની પાણી પુરવઠો પૂરી પાડતી પાણીની કેનાલો સૂકી ભઠ્ઠ જોવા મળી રહે છે. આ  કેનાલોમાં અસહ્ય ગંદકીનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. જેના કારણે આ વિસ્તારના લોકોમાં આ રોગચાળો ફેલાવાની ભીતિ પણ સેવાઈ રહી છે. ત્યારે સ્થાનિક રહીશો દ્વારા કેનાલોમાં નાખવામાં આવતો કચરો અસહ્ય દુર્ગંધ મારતો હોય ચોમાસા પૂર્વે તંત્ર દ્વારા ઉપરોક્ત કેનાલોની સફાઈ કામગીરી હાથ ધરી શહેરીજનોના આરોગ્યને જોખમાતું અટકાવવામાં આવે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.  આ બાબતે જિલ્લા આરોગ્ય તંત્ર પણ જાગૃત બની આ કેનાલની સફાઇ કરાવવા બાબતે નોટીસો આપીને જલ્દી સફાઇ કરાવે તો રોગચાળો ફેલાય નહી.

Download Our B K News Today App



Related News