ડીસામાં આવેલ ચામુંડા સોસાયટીમાં છવાયું ગંદકીનું સામ્રાજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-26 11:38:19
  • Views : 390
  • Modified Date : 2019-09-26 11:38:19

ગુજરાતમાં સફાઈ  બાબતે પ્રથમ નંબર મેળવનાર ડીસા નગરપાલિકાની પોલ ખૂલી ગઈ છે.  સફાઈના નામે એવોર્ડ મેળવનાર ડીસા નગરપાલિકામાં શહેરની શું હાલત છે તે જુઓ.
આ દ્રશ્યો છે ડીસા
નગરપાલિકા વિસ્તારના આ એ જ નગરપાલિકા છે કે જેને
તાજેતરમાં જ ગુજરાત સરકારે સ્વચ્છતામાં સમગ્ર રાજયમાં પ્રથમ નંબર આપ્યો છે. પરંતુ દ્રશ્યો કઈક અલગ જ કહાની દર્શાવી રહ્યા છે.  તમે કલ્પના કરો કે અહી રહેતા લોકો કેવી
પરિસ્થિતિમાં જીવન ગુજારતા હશે. જ્યાં જુઓ ત્યાં માત્ર ગંદકી જ ગંદકી દેખાઈ રહી છે. આ વિસ્તાર છે શહેરનો ચામુંડા સોસાયટી વિસ્તાર આ વિસ્તારના લોકોની સમસ્યા છે ગંદકી. વર્ષોથી આ વિસ્તારના રહીશો પાલિકા સમક્ષ અનેક રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ નિરાકરણ આવતું નથી.
આ વિસ્તારમાં મોટાભાગની હીરાની ઘંટીઓ આવેલી છે અને લગભગ બે હજારથી વધુ રત્નકલાકારો
પોતાનું ગુજરાન ચલાવે છે.
પરંતુ આ વિસ્તારમાં સર્જાયેલી ગંદકીના લીધે અત્યારે અહી કામ કરતાં રત્નકલાકારોનું આરોગ્ય પણ જોખમમાં છે.  આ રત્ન કલાકારોની  આર્થિક
પરિસ્થિતિ ખુબ જ ખરાબ છે  અને તેવામાં અહી ગંદકીને કારણે જો બીમાર પડે તો તેમના સમગ્ર પરિવારની હાલત દયનીય બની શકે તેમ છે.


આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News