પાલનપુર હરીપુરામાં ગંદકીના મુદ્દે રહીશોનો હોબાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-09 11:38:48
  • Views : 420
  • Modified Date : 2019-07-09 11:38:48

પાલનપુર શહેરના હરીપુરા વિસ્તારના રહીશોએ  પ્રાથમિક સુવિધાના મુદ્દે હોબાળો મચાવ્યો હતો.સમસ્યાઓને લઇ
અવાર-વાર પાલિકામાં રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીસો દ્વારા આંખ આડા કાન કરવામાં આવતા હોવાના રહીશોએ આક્ષેપો કર્યા હતા.
પાલનપુર શહેરમાં આવેલ હરીપુરા વિસ્તારમાં
અવાર-નવાર ગટરો ઉભરાય છે અને ગંદા પાણીના ખાબોચીયા ભરાય જાય છે.  મચ્છરોનો
ઉપદ્રવ થવાના કારણે સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નિકળવાનો ભય રહે છે. તેમજ રહીશોના ઘર આગળ ગંદા
પાણીના ખાબોચીયા ભરાઇ રહેતા હોવાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે મુશ્કેલી પડે છે. આ બાબતે અવાર-નવાર નગરપાલિકાના સત્તાધિશોનું ધ્યાન દોરવામાં આવ્યુ છે. તેમજ રજુઆત પણ કરવામાં આવી છે. પરંતુ પાલિકા દ્વારા હરિપુરા વિસ્તારમાં દેખવા સુધ્ધા પણ આવતા નથી.જેથી ગતરોજ સ્થાનિક રહીશો દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો અને જણાવ્યુ હતું કે આગામી દિવસોમાં જો અમારી સમસ્યાનો નિકાલ નહી આવે તો પાલિકામાં હોબાળો કરી વિરોધ દર્શાવવામાં આવશે.


Download Our B K News Today App



Related News